________________
૩૪૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અઠ મહા પાડિહેર જો તેણિ જુતા સુખકંદારે, સુખકંદા કનક કેતકી કાંતિ કદલી કોમલા. મનુષ્યો અવતાર માનું પવિત્ર કારણિ ભૂતલા, અષ્ટકર્મ નિર્મુક્ત સિદ્ધા આ ઈરિયા જ િસોહીઇ.
અઠગણિ સંપદા જુતા આચાર શ્રુત તનુ મોહી. અંત- તોરી વદનશોભા મંડપિ મોરૂ મન્નભાવનવેલિ,
ઘનશ્યામસું જિમ વીજલી ઝલકંતિ કરતી ગેલિ. કોટિ સૂરિય જાતિ અધિકી તુઝ વદન દેતી હેલિ,
તેજપુંજ વિરાજતી સેવકહું રંગ રેલિ. તરંગ એટલે પ્રકરણ, આનંદ, ઊર્મિ, કાલ્પનિક વિચારોની ખરી માનીને વિચારવાની પદ્ધતિ અગમ-નિગમને સમજવાનો પ્રયત્ન તેમાં કલ્પનાઓ મહત્વની ગણાય છે. જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩-૨૪૧
૧૬. અખ્યાન જૈન સાહિત્યમાં આખ્યાન કાવ્ય પ્રકારની કૃતિઓ પ્રાપ્ત થતી નથી. રાસયુગ પછી આખ્યાન કાવ્ય પ્રકારનો પ્રારંભ થયો છે. કવિ ભાલણને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે ત્યાર પછી નાકર, વિષ્ણુદાસ અને પ્રેમાનંદનાં આખ્યાનો પ્રાપ્ત થાય છે. મહાકવિ પ્રેમાનંદ આખ્યાનોની મોટી સંખ્યામાં રચના કરીને આખ્યાનનો સુવર્ણયુગ એવી કીર્તિ પ્રાપ્ત કરી છે. જૈન સાહિત્યમાં
૧. કવિ નયસુંદરની કૃતિ પ્રભાવતી (ઉદયન) રાસ અથવા આખ્યાન સ. ૧૬૪૦ની પ્રાપ્ત થાય છે. તેની રચના આસો સુદ-૫ બુધવાર વિદ્યાપુરી (બીજાપુર ઉ.ગુ.)માં થઈ છે. આ કૃતિના અંતમાં રચના સમયના ઉલ્લેખ સાથે આખ્યાન શબ્દ પ્રયોગ થયો છે.
આદિ-પ્રથમ નાથ દાતા પ્રથમ, જગગુરુ પ્રથમ જગારિ,
પ્રથમ નિણંદ પ્રથમ નમું, જેણે કરી પુણ્યાદિ. અંત- ષટ્ સિનિરી વિદ્યાપુરીવે, જઈ રહીયા ચુંમાશિ,
શ્રી સંઘને આગ્રહ લિહી, જિન વીર વંદી ઉલાસી. ૧. સોલ ચ્યાલિશિ વર્ચષ હરશે આસો પંચમી ઉજલી, બુધવાર અનુરાધા ઊડીયે પ્રીતિયોગે મનિરૂબી. ગુણ સુણી સાધુ ઉદાયી કેશ જાલો કર્મેહ કાંથડી, આખ્યાન સુણી પ્રભાવતીનું સુકૃત સંએ ગાંઠડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org