________________
પ્રકરણ-૭
૩૩૯
શહેર ગુજરાત રેવાશી જાણો વિશા શિરમાલી નાત પરિમાણો, વાઘેશ્વરીની પોલમાં રહે છે, જેહવું છે તેવું સુરશશિ કહે છે. નથી જાણતો ગણને ભેદ કોઈ કરશો મમુજ પરખેદ, કવિજન આગલ મહારીથી ગતિ દોષ ટાલશે માતા સરસતી. સૂત્રસિદ્ધાંત નથી હું ભણ્યો જાડા રેશમનો દોરડો વણ્યો,
વાત સાચી છે કાયામાં જોજો વિવેકી પુરુષો વિચારી લેજે. (જૈન ગૂર્જર કવિઓ ભા. ૬-૩૧૯
ભાવના વિલાસ કવિ લક્ષ્મી વલ્લભ-રાજ-ક્ષેમરાજે ભાવના વિલાસ નામની કૃતિ સં. ૧૭૨૭ના પોષ વદ-૧૦ના રોજ હિન્દી ભાષામાં રચી છે. તેમાં અનિત્ય, અશરણ, સંસાર અને એકત્વ એમ ચાર ભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે. દષ્ટાંતરૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. તેમાં “વિલાસ” શબ્દ પ્રયોગ છે એમ દર્શાવ્યું છે.
પ્રણમિ ચરણયુગ પાસ જિનરાજ જુકે, વિધિનકે ચૂરણ હૈ પૂરણ હૈ આસકે. દિઢ દિલમાંઝિ ધ્યાન ધરિ શ્રુતદેવતાકો, સેવૈ તે સંપૂરત હૈ મનોરથ દાસકે. ગ્યાનદગદાતા ગુરૂ બડે ઉપગારી મેરે, દિનકર જૈસે દીપે ગ્યાન પરકાસકે. ઇનકે પ્રસાદ કવિ રાજ સદા સુખકાજ,
સવીએ બનાવત હૈ ભાવના વિલાસ કે. જૈન ગૂર્જર કવિઓ ભા. ૪-૩૪૮
૧૫. “તરંગ
સીમંધરસ્વામી શોભા તરંગ ‘તરંગ' સંજ્ઞાવાળી શ્રી સીમંધરસ્વામી શોભા કૃતિ કવિ તેજપાલે સં. ૧૯૮૨માં ૫ ઉલ્લાસમાં વિભાવન કરીને રચી છે. દષ્ટાંતરૂપે નીચેની પંક્તિઓ પ્રગટ કરવામાં આવી છે. (૩
૨૪૧)
આદિ-રાગ ગુડી તાલ અડતાળુ ઋષભ અજિત સંભવજિનો,
શ્રી જૈનેન્દ્ર દિવાકરા અરિહાત્રિભોવનચંદા રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org