________________
૧૭૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા રુપ્પ-મણિ-કણય-મટ્ટીહિ નિવૃત્તિએ ઇમ્બેરસ-ખીર-ઘય-નીર-પૂરચિએ, લેવિ કલસે કુણહિ પઢમ-જિણ-મઝણે ભક્તિ-ભર-પરવસા કમ્પ-ભડાજણ. ૩ કવિ ગતિ ગુલગુલહિ કિવિ ચામર કેવિ વાયંતિ ઢાલતિ કવિ ચામરા, કા-વિ નર્ચ્યુતિ ગાયંતિ કિવિ દેવિયા હરિસ-ભર-પૂરિયા ભૂસણાલંકિયા. ૪ વિમલગિરિ-મંડણ નાભિ-નિવ-નંદણ જણ-મસાણંદણ કમ્પ-નિકંદશં, તયણસારેણ ભો હવહુ ભવિયણ-જણા સિવ-વહૂ હોઇ જિમ્બ તુહ ઉડ્ડય-મણા. ૫
યુગાદિદેવ કલશમાં વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર આદિનાથના જન્માભિષેકની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. પ્રભુના ચરણો નમન કરીને દેવો અને ઇન્દ્રો રત્ન મણિ આદિના કળશથી જન્માભિષેક ઉજવે છે. દેવો હર્ષોલ્લાસથી નૃત્ય-ગીત ગાન કરીને પ્રસંગોચિત જન્મમહોત્સવમાં રાહભાગી બને છે. કવિની માધુર્ય યુક્ત શબ્દ રચના અને મધુર ધ્વનિના પ્રતીક સમાન શબ્દો કાવ્યના સૌંદર્યમાં ચરિત્ર સિદ્ધિ કરે છે.
ઉદા. જોઈએ તો નઐતિ, ગાવંતિ, કળશમાં ખુરસ-ખીર-ધય નીર પૂરચિએ. અને અભિષેક કરે છે.
વિમલગિરિ મંડન નાભિ નિવ નંદણ” દ્વારા યુગાદિદેવનો ઉલ્લેખ કર્યો છે. આવા ઉત્તમ અભિષેકથી ભવ્યાત્માઓ સિવાય પણ પામે છે. આ કળશ રચના મધુર ગીતના આસ્વાદ સમાન જન્માભિષેકની ઝાંખી કરાવે છે.
સ્નાત્રપૂજા અને અન્ય કળશ રચનાઓમાં વિસ્તારપૂર્વક પ્રભુના જન્માભિષેકની માહિતી પ્રાપ્ત થાય છે જયારે આ લઘુ કળશ રચનામાં પ્રસંગનો મિતાક્ષરી-ભાવવાહી ઉલ્લેખ થયો છે.
આ પ્રકારની અન્ય કૃતાઓ અજ્ઞાત કવિની યુગાદિદેવ જન્માભિષેક કલશ ગા-૨૦, ચન્દ્રપ્રભસ્વામી કલશ ગા.-૧૧, વાસુપૂજય કળશ ગા-૮, શાંતિનાથ કલશ ગા-૬, શ્રીવીરજિન કલશ-ગા-૧૪ વીરજિન કળસ-ગા-૫ સર્વ જિન કલશ ગા-૫. શાંતિનાથ કળશ ગા-૧૦ કવિ રામચંદ્ર વગેરે કૃતિઓ પ્રાપ્ત થાય છે.
આ કૃતિઓ અભય જૈન ગ્રંથાલય (બિકાનેર) તરફથી પ્રગટ થયેલ છે.
આ ઉપરાંત અન્ય કળશ રચનાઓ પણ છે. આ વિશે સંશોધન થાય તો પ્રભુના જન્માભિષેક વિશેની અવનવી માહિતી પ્રાપ્ત થાય તેમ છે.
કળશ–દષ્ટાંત વિજય લક્ષ્મીસૂરિની વીશ સ્થાનક પૂજાનો કળશમાં રચના સમય અને ગુરુ પરંપરાનો નામોલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org