SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૩ એમ વીશસ્થાનક સ્તવન કુસુમે, પૂજિયો શંખેશ્વરો । સંવત સમિતિ વેદ વસુ શશી, (૧૮૪૫) વિજયદશમી મન ધરો ॥ તપગચ્છ વિજયાનંદ પટ્ટધર, શ્રી વિજય સૌભાગ્ય સૂરીશ્વરો શ્રી વિજય લક્ષ્મીસૂરી પભણે, સકલ સંઘ મંગલ કરો. ॥૧॥ કવિએ રચના સમયનો સાંકેતિક ઉલ્લેખ કર્યો છે. કળશનો બીજો અર્થ કાવ્ય રચનાની સમાપ્તિની માહિતી આપતી કાવ્ય પંક્તિઓ પૂજા સ્વરૂપ ઢાળબદ્ધ સ્તવન અને સજ્ઝાય રચનાની કેટલાક કૃતિઓમાં ‘કળશ’નો સમાવેશ થયો છે. એટલે કળશનો અર્થ કાવ્યકૃતિ પૂર્ણ થાય છે તેની સાથે રચના સમય અને અન્ય પરંપરાગત માહિતી પ્રાપ્ત થાય છે. આ માહિતીને આધારે કવિનો કવનકાળ અને કૃતિના સમયનો આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. તે દૃષ્ટિએ કળશ રચના ઐતિહાસિક માહિતીનું વિશ્વાસપાત્ર સાધન છે. ‘કળશ’માં ગુરુપરંપરા, કવિનામ, રચના વર્ષનો સાંકેતિ કે પ્રત્યક્ષ ઉલ્લેખ, મહિનો, તિથિ, ગામ, વગેરે વિગતો જાણવા મળે છે. ૧૭૭ ‘કળશ’માં જે માહિતી પ્રાપ્ત થાય છે તે દીર્ઘકૃતિઓની છેલ્લી ઢાળમાં હોય છે તેના દ્વારા કાવ્ય કૃતિ પૂર્ણ થઈ છે એમ સ્પષ્ટ થાય છે. ટૂંકમાં કહીએ તો છેલ્લી ઢાળ એ ‘કળશ’નો પર્યાય વાચી સંદર્ભ છે. શ્રીમહોપાધ્યાય મેઘવિજયજી કૃત સ્તવન ચોવીશીની અંતે ‘કળશ’ રચના કરી છે તે નીચે પ્રમાણે છે. (પા.-૧૬) ઇમ થુછ્યા જિનવરસરસ રાગે, ચોવીશે જગના ઘણી, થિર રાજ આપે જાસ જાપે આપ આવે સુરમણિ. સવિસિદ્ધિ સાધો જિન આરાધો, સ્તવન માળા ગળે ધરી, બહુ પુન્ય જોગે સુખ સંજોગે પરમ પદવી આદરી. તપગચ્છ રાજે તેજ તાજે શ્રી વિજયપ્રભ ગણ, તસ પટ્ટધારી વિજયકારી વિજ્યરત્ન ધુરંધરું. કવિરાજ રાજે સુગુણ ગાજે કૃપાવિજય યંકરું, તસ શિષ્ય ગાવે ભગતિભાવે મેઘવાચક જિનવરું. Jain Education International ૨૨ સ્નાત્ર પૂજા ભક્તિમાર્ગના ઉદય ૧૬મા શતકમાં થયો. વલ્લભ સંપ્રદાયનો પ્રવેશ ગુજરાતમાં થઈ ચૂક્યો હતો. ભક્તિની અસરથી આ શતકમાં જૈનોમાં એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય ઉદ્દભવ્યું તે પૂજા સાહિત્ય છે. ખરતરગચ્છના સાધુ કીર્તિએ સંવત ૧૬૧૮માં અને તે અરસામાં તપગચ્છ સકળચંદે સત્તરભેદી પૂજા રચી. મંદિરમાં પ્રભુની પૂજા કરવાના ૧૭ પ્રકાર છે. ચંદનવિલેપન, ચક્ષુયુગલ, ગંધવાસ, પુષ્પ, પુષ્પમાલ, કુસુમ અંગ રચના, ચૂર્ણ, ચંદન, વિલેપન, ધ્વજ, આભૂષણ, કુસુમગૃહ, કુસુમમેઘ, અષ્ટ માંગલિક, ધૂપદીપક, ગીત, નૃત્ય અને વાઘ એમ દરેકથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy