________________
૨૪૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા लहिणायत ज्यु लेखें कारण, पर घर वार पठईयै ।। लेखै कीधैं वार न लावै, फिर घर पीछो पुलईयै । रे जीव० २। ताहरौ नहीं नहीं तुं इनकौ, मोह न किनसै करीयै । 'अमर' एक अवचल ध्रम तेरो, याकुँ नित चित धरीयै । रे जीव० ।।
અન્ય જૈન ગીતો ૮. કાવ્ય અને ગેયતાનો સંબંધ અનિવાર્ય ગણાય છે. સાહિત્યના પ્રારંભકાળથી પદ્યનો મહિમા વિશેષ પ્રસિદ્ધ હતો. દીર્ઘ અને લઘુકાવ્યો પણ પદ્યમાં જ રચાતાં હતાં. અક્ષરમેળ અને માત્રામેળ વૃત્તોનો પ્રયોગ થતો હતો. તદુપરાંત દુહા અને દેશીઓના પ્રયોગથી કાવ્યજગત અતિ સમૃદ્ધ બન્યું છે. કાવ્યમાં યેનકેન પ્રકારેણ ગેયતા તો અવશ્ય હોય છે. પશ્ચિમના સાહિત્યના પ્રભાવથી કાવ્યમાં ગેયતા હોવી જોઈએ એ મત યથાર્થ ગણાયો નથી. ગેયતા એ કાવ્યનું અંગ છે સર્વસ્વ નથી. ગેયતા ન હોય તો પણ તેમાં કાવ્ય એટલે પદ્યને અનુરૂપ લય (Rhythm) હોવો જોઈએ. કાવ્યની અર્વાચીન વ્યાખ્યામાં લયબદ્ધતાને કાવ્યના લક્ષણ તરીકે માનવામાં આવે છે.
અર્વાચીન કાળમાં જૈન સાહિત્યની ગીતસૃષ્ટિ વિશાળ પટ પર વિસ્તાર પામી છે. અર્વાચીન સમયમાં પદ્ય રચનાઓનું પ્રમાણ મધ્યકાલીન સાહિત્યની તુલનામાં ઓછું છે. તેમાં સમકાલીન પ્રભાવથી નવી શૈલીમાં રાગબદ્ધ ગીતો રચાયાં છે. મધ્યકાલીન રાસ-પ્રબંધવિવાહલો-ફાગુ જેવા કાવ્યપ્રકારોમાં વસ્તુ વિભાવન ઢાળમાં કરીને દેશીઓ-ચોપાઈ અને ગીતનો પણ આશ્રય લેવામાં આવ્યો છે.
જ્ઞાનવિમલસૂરિ, રૂપચંદ, જયવિજય વગેરે કવિઓની રચનાઓમાં ગીતો પ્રાપ્ત થાય છે. પદ સાહિત્યની વિશાળ સૃષ્ટિમાં વૈવિધ્યપૂર્ણ ગીતોની સામગ્રી છે.
જૈન કવિઓએ વસંત-ફાગણની વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને ગીતો રચ્યાં છે. આ ગીતોમાં બાહ્ય રીતે વસંતનો વૈભવ છે પણ તેનો અંતરઆત્મા આધ્યાત્મિક આનંદની વૈવિધ્યપૂર્ણ વિગતો દર્શાવે છે. વળી તેમાં પ્રકૃતિ અને માનવજીવનનો સુભગ સંબંધ સધાયેલો જોવા મળે છે. રસ અને અલંકારની દૃષ્ટિએ પણ આ ગીતો ઊંચી કક્ષાનાં છે.
ચિદાનંદજીનું ગીત જોઈએ તો : અનુભવ ચીત મિલાય દે મોકું શામ સુંદર વર મોરા રે, શીયલ ફાગ પીયા સંગ રમુંગી, ગુણ માનુંગી મેં તેરા રે, જ્ઞાન ગુલાલ પ્રેમ પિચકારી, સુચી સરધા રંગ ભરે રે.” કવિ લાવણ્ય સમયના ગીતનું ઉદા. નીચે પ્રમાણે છે : ફાગ ખેલત હૈ ફૂલ બાગ મેં હો, મહારાજ ચક્રવર્તિ શાંતિ, હરિલંકી હમકી વાત નહો એક લાખ બાણું હજાર, નારીમિલ ફૂલ ગેહ બનાવે ઠોરઠોર ભમર જેકાર.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org