________________
પ્રકરણ-૩
૨૪૯ ,
રત્નસાગરના પદનું ઉદા. જોઈએ તો : રંગમો જિનદ્વાર રે, ચાલો ખેલીએ હોરી, કનક કચોળી કેશર ઘોળી, પૂજા વિવિધ પ્રકાર રે, કૃષ્ણાગરૂકા ધૂપ ધરત છે, પરિમલ બહકે અપાર રે.' કવિ પંડિત વીરવિજયના ગીતનું ઉદા. જોઈએ તો : શિવાનંદનકું ખેલાવે હરિગોરી, હાં રે હરિ ગોરી ખેલાવે હોરી, હાંરે સરોવરીયાને તીર, કેમકુમર કેડે પડી હરિ ગોરી.” આયો વસંત હસંત સાહેલી રાધ મધુ દોય માસ, વિરહી સંતોને નામ વસંતો, સંતકુ સદા સુખવાસ.' ઉપરોક્ત દષ્ટાંતોને આધારે ગીતનો મધુર રસાસ્વાદ થાય છે.
અર્વાચીન જૈન સાહિત્યનાં ગીતો વિશે કેટલીક રસપ્રદ માહિતી અત્રે આપવામાં આવી છે.
જૈન સાહિત્યનાં ગીતો મુખ્યત્વે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની ભક્તિ ભાવનાને સ્પર્શે છે. તદુપરાંત ઉપદેશાત્મક દૃષ્ટિબિંદુથી પણ ગીતો રચાયાં છે. આ ગીતોમાં શાસ્ત્રીય રાગ, પ્રચલિત દેશીઓ, દેશી નાટક સમાનના નાટકની પ્રચલિત પંક્તિનો રાહ, સમકાલીનતાને લક્ષમાં લઈને જૂની ફિલ્મોના ગીતની પંક્તિને આધારે જૈન કવિઓએ ગીતો રચ્યાં છે. કેટલાક જૈન કવિઓનાં ગીતો વિશેની માહિતી નીચે પ્રમાણે છે :
આચાર્ય કીર્તિચંદ્રસૂરિની ગીતોનું ઉદાહરણ જોઈએ તો : રઘુપતિ રાઘવ રાજારામએ પંક્તિને અનુસરીને રચાયેલું ગીત પ્રાર્થના સ્વરૂપનું છે. જય જય હે વીતરાગ પ્રભુ, પ્રાતઃ ઉઠી સદા સમરું, આપ પ્રભાવથી હોજો નાથ, અરજ કરું જોડી બે હાથ.” ‘લાખ લાખ દીવડાની આરતી ઉતારજો' એ પંક્તિની રાહનું ગીત જોઈએ તો : લાખ લાખ વાર પ્રભુ પાર્શ્વને વધામણાં, અંતરીયું હર્ષ ઉભરાય, આંગણિયે અવસર આનંદનો.” રાખનાં રમકડાં...ની ચાલનું ગીત : જ્ઞાનના એ દીવડાને વિરે ઝગમગ સળ્યા રે, ત્રણ લોકના નાથ સૌનાં તિમિર ટાળી નાંખ્યા રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org