________________
૨૫૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
છે.
‘છોડ ગયે બાલમ’ પંક્તિ પરથી રચાયેલું ગીત :
‘છોડ ગયે ગિરનાર, મેરે નાથ અલી છોડ ગયે, મેરે નેમ ગયે ગિરનાર, મેરા આશભરા દિલ તોડ ગયે.’
‘આજ મારી નણદીએ મેણું માર્યું'—એ રાહનું ગીત :
‘રાજ ! મારું દિલડું છે દુ:ખે ભર્યું,
રથડો વળી ગયા પશુઓ પોકારતા,
બોલ્યા બોલ્યા યદુપતિ કરુણા બતાવતા,
અરે ! આ શું થાય ? પગલું હિંસા ભર્યું, રાજ મારું.'
જંબુસૂરિના ગીતો ગહુંલી તરીકે રચાયેલા મળે છે. તેમાં ગુરુભક્તિ અને જિનવાણીનો મહિમા પ્રગટ થયો છે.
‘તાલીઓના તાલે’—એ રાગનું ગીત :
‘ત્યાગીઓના ત્યાગે શુદ્ધ સંયમ ઝલકાર રે.' ‘નાગરવેલીઓ રોપાવ'—એ રાગનું ગીત : જૈન શાસનના શણગાર, સૂરિજી જયવંતા વર્તો.’ ‘કોયલ ટહુકી રહી મધુવનમેં’—એ રાગનું ગીત ઃ
‘રાજનગરમાં સુરિજી પધાર્યા, મધુરી દેશના દેવાય'
મુનિશ્રી મણિપ્રભવિજયજી એ કુસુમાંજલિની રચના કરી છે તેમાં વિવિધ ગીતોનો સંચય
કવિ ચંદુલાલ અમીચંદ શાહનાં ગીતોમાં ભક્તિરસની લ્હાણ થયેલી જોવા મળે છે. ઉદા. ‘આ તો લાખેણી લજ્જા કહેવાય' એ રાગનું ગીત :
‘આ તો લાખેણી આંગી કહેવાય, શોભે જિનવરજી, શુદ્ધ કેશર કસ્તુરી બહેકાય, શોભે જિનવરજી.’
‘સુની પડી છે સિતાર’—એ રાગનું ગીત : ‘વૈષ્ણવ જન તો' એ રાગનું ગીત :
‘શ્રાવક જન તો તેને કહીયે, વીર વીર મુખ બોલે રે,
પ્રભુ આજ્ઞાને દિલમાં ધારી, મર્મ ના કોઈના ખેલે રે.’
આચાર્ય દક્ષસૂરિનાં ગીતો વિષય વૈવિધ્ય અને રાગરાગિણીથી ભરપૂર છે. ઉદા. નીચે પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org