________________
૨૬૬.
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પંથ /l.
આ ગ્રંથમાં “અ” રયર અને “ઠ” વ્યંજનથી આરંભ કરીને બારાખડી પ્રમાણે ૧૮૮૪ કડીમાં બોધાત્મક વિચારો વ્યક્ત કર્યા છે, કક્કાવલિ સુબોધ અને ધર્મ આત્મા, માર્ગનુસરીપણું કર્મ, તપ ત્યાગ અને જીવન ઊર્ધ્વગામી બનાવવા માટેનું સરળ શૈલીમાં જીવન પાથેય અત્રેની માહિતી તો માત્ર નમૂનો છે. રસિક જિજ્ઞાસુ ભવ્યાત્માઓ માટે મૂળ ગ્રંથ વાંચવા ભલામણ છે. જ્ઞાન સાગરની સફરમાં આત્મ રમણતા મેળવવા માટે આવી સીધી સાદી કાવ્ય વાણીનો આસ્વાદ કરવા યોગ્ય છે. આ પ્રકારની અનુપમ રસાનુભૂતિ યોગીના અનન્ય યોગાનુભૂતિ સમાન છે. નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે.
ઉગે છે તેનો અસ્ત છે જગમાં ઉધે તે જન જાગ જાણ, ઉન્નતિ આતમની આતમથી ઉન્નતિ હેતુ આતમજ્ઞાન. l૮૨૨ા કક્કા કર્મને સમ્યક સમજી કર્મનું કારણ મોહ નિવાર, રાગ દ્વેષથી કર્મબંધ છે. જ્ઞાનવૈરાગ્યે કર્મને વાર. કડવી તુંબડીને જલઘટથી નવરાવો જોકોટિવાર, કડવા પણ તે લેશ નમૂકે કપટીને તેમ યાત્રા ધાર. (ક-૯૩) ખમ્મા ક્ષમા ધરો ઘટમાંહી સઘળી ખામી કરશો દૂર, ખાર ન રાખો વૈરી ઉપર આત્મખુમારી રહો મગુ. (ખ-૧) ગદ્ધા પચ્ચીશીને જાળવ ? ગદ્ધા સમતે મારે લાત, ગદ્ધો થાના કામને સ્વાર્થે ગુરૂબોધની ભૂલ ન વાત. (ગ-૧૭) ચેતન ચેતો નરભવ પામી આઠ કર્મને વેગે ટાળ,
ચંદ્ર સરખો શીતલ થા? દિલ ચિત્તને આત્મપ્રભુમાં વાળ. (ચ-૯૧) સંદર્ભ : ૧. ગુજ. સાહિત્ય પા. ૪૬૪
૨. એજન પા. ૪૬૬ ૩. એજન પા. ૪૬૮ ૪. જૈન ગૂર્જર કવિઓ, ભા. ૧-૩૯
૩૮. હિતશિક્ષા
ઉપદેશાત્મક કાવ્ય રચના તરીકે હિતશિક્ષા' નામની કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે. માતૃકા અને કક્કામાં જે સીધો ઉપદેશ છે તેવો જ ઉપદેશ ‘હિતશિક્ષા' કાવ્યોમાંથી પ્રાપ્ત થાય છે.
સંસ્કૃત ભાષાનાં ‘શિક્ષ' ધાતુ ઉપરથી શિક્ષા શબ્દની રચના થઈ છે. તેનો અર્થ શિખામણ સલાહ આપવી એમ સમજવાના છે. કવિઓએ શિક્ષા પૂર્ણ “હિત” શબ્દપ્રયોગ કરીને એમ સૂચન કર્યું છે કે કાવ્યમાં રહેલી શિખામણના વચનો નર-નારીને જીવન-વ્યવહારમાં ઉપયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org