________________
૧૦૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા થઈ છે.
હરિયાળીનો અર્થ લોક વિરૂદ્ધ લાગે છે પણ તેમાં રહેલો ગૂઢાર્થ પ્રગટ થાય છે ત્યારે આવો વિરોધ લાગતો નથી, આવી કાવ્ય રચનાઓ પ્રતીકાત્મક હોવાથી અર્થબોધ થતાં સમસ્યા કે શંકા નિર્મુળ થઈ જાય છે.
ભક્તિમાર્ગના પૂર્વ કવિઓમાં આવી કાવ્યકૃતિઓ ઉપલબ્ધ થતી નથી, માત્ર કબીરની રચનાઓમાં તેનો સંદર્ભ મળે છે. જૈન કાવ્ય પરંપરામાં “હરિયાળી' નામ આપવામાં આવે છે તે ઉપરોક્ત લક્ષણોયુક્ત છે.
એક જાપાનીઝ ધર્મગુરુને શિષ્ય પ્રશ્ન પૂછ્યો કે ભગવાન બુદ્ધ કોણ છે? ગુરુએ પ્રત્યુત્તર પાઠવતાં જણાવ્યું કે –
પુહિન છે પર વૈદ્ય ફુઈ હૈ ઔર ઉસ ના નરમ પડે દુ હૈ " (૩)
તેનો અર્થ એવો છે કે તું અને હું બને અજ્ઞાની છીએ. હરિયાળીમાં કવિઓની અભિવ્યક્તિમાં ઉપરોક્ત રીતિનો પ્રયોગ થયો છે.
ઉલટબાસીમાં આધ્યાત્મિક અનુભૂતિની સૂક્ષ્મતા વ્યક્ત કરવા માટે પ્રતીકોનો આશ્રય લેવામાં આવે છે. આ પ્રકારની રચનામાં અમૂર્તિને મૂર્ત કરવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. વ્યક્તિની અનુભૂતિનું ક્ષેત્ર વિશાળ પટ પર પથરાયેલું છે ત્યારે અભિવ્યક્તિમાં વિવિધતા માટે શબ્દશક્તિ, પ્રતીક અપ્રસ્તુત વિધાન, અલંકાર અને વક્રોક્તિનો આશ્રય લેવામાં આવે છે. ઉલટબાસીની રચના આજ પ્રકારની છે. સંત કબીર તેને “ગૂંગે કે ગુડ' નામથી દર્શાવે છે. અવળવાણીની રચનાનો સંદર્ભ અતિ પ્રાચીન છે. ઋગ્વદમાં તેનો સંદર્ભ મળે છે.
इदंवपुर्निवचनं जनासश्चरन्ति यन्नद्यस्तस्थुरपिः (४) અર્થ: હે મનુષ્યો આ શરીર નિર્વચન છે. તેમાં નદીઓ વહે છે. અને પાણી સ્થિર છે.
ઉપનિષદૂમાં પણ આવાં દૃષ્ટાંતો રહેલાં છે. ઇશોપનિષદ્રમાંથી નીચેનું ઉદાહરણ નોંધવામાં આવ્યું છે. - तदेजति तन्नेजति तद्रे तद्वन्ति के तदन्तरस्यसर्वस्य तत्सर्व सास्य बाह्यतः ॥ (५)
અર્થ : તે ચાલે છે અને ચાલતો પણ નથી. તે દૂર છે અને નજીક પણ છે. તે બધાંની અંદર છે અને બહાર પણ છે.
ભારતીય સાહિત્યમાં ઉલટી વાત રજૂ કરવાનો પ્રયોગ શ્રમણ (સાધુ-સંત)પરંપરાથી થયો છે. બૌદ્ધ ધર્મમાં સિદ્ધોની “સંધા ભાષા દ્વારા આવી અભિવ્યક્તિ થઈ છે.
ત્યાર પછી નાથ સંપ્રદાયના સાધકોએ નિર્ગુણ ઉપાસનાની અભિવ્યક્તિ માટે ઉલટી વાણીની શૈલી અપનાવી હતી. આવી કૃતિઓમાં ગુહ્યતા-ગોપનીયતા પણ રહેલી હોય છે. બૌદ્ધશૈવ અને તાંત્રિકોનો સ્ત્રીઓ સાથેનો સંબંધને કારણે ગુહ્ય પદ્ધતિ પ્રચલિત બની હતી. આવાં કેટલાંક પ્રતીકો સર્વ સાધારણ જનતામાં ઉલટસુલટ ગણાત હતાં. સિદ્ધ સાહિત્યમાં “કમલ' સ્ત્રીની જનનેન્દ્રિયનો અર્થ દર્શાવે છે. “કુલીશ' શબ્દ પુરુષના વીર્યનું પ્રતીક છે. એટલે ઉલટબાસીમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org