________________
પ્રકરણ-૨
૧૦૯
પ્રતીકો પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. સંઘાભાષા એટલે પ્રકાશ અને અંધકારની સંધિ તેના સંદર્ભમાં સંધાભાષા એટલે તે સ્પષ્ટ નથી કે અદશ્ય નથી પણ તેનું પરિણામ જ્ઞાનનો સંયોગ છે. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી.
ડૉ. વિધુશેખર ભટ્ટાચાર્ય—આભિપ્રાયિક વચન કહે છે.
બૌદ્ધધર્મમાં વિરોધી વસ્તુઓનો સંબંધ દર્શાવીને મધ્યમમાર્ગના સિદ્ધાંત સમજાવવામાં આવતા હતા. જન્મ-મૃત્યુ, પૃથ્વી-સ્વર્ગ, ચંદ્ર-સૂર્ય, અસ્તિ-નાસ્તિ, દિન-રાત જેવાં પરસ્પર વિરોધી શબ્દયુગ્મો દ્વારા સિદ્ધોની વાણી પ્રચાર પામી હતી. મનની સ્થિતિ સુધારવા માટે વિરોધી અભિવ્યક્તિ ઉપકારક માનવામાં આવે છે. આવી સાધનાની સાથે ધર્મમાં પણ અભિવ્યક્તિ માટે વિરોધી વિચારોનો, ઉલટી વાણીનો આશ્રય લેવામાં આવ્યો છે. (૬)
બ્રાહ્મણ ધર્મમાં ‘ગોમાંસભક્ષણ' અને વારૂણીનો નિષેધ કરવામાં આવ્યો છે, જ્યારે સિદ્ધોએ જાહેર કર્યું કે જે ગોમાંસ ખાશે અને વારૂણીનું પાન કરશે તેને અમે કુલીન માનીશું. અહીં શબ્દાર્થ સમજવાનો નથી ગોમાંસ એટલે ખેચરી મુદ્રા છે. વારૂણીનો અર્થ સહસ્ત્રદલ કમલમાંથી ઝરતો અમૃત રસ છે. (૭)
કબીરનું ઉદાહરણ જોઈએ તો
—
બાબુલ મેરા વ્યાહરિ, વર ઉત્તિમ હૈ આઈ;
જબ વર પાવે નહીં તબ લગ તું હી વ્યાહિ. (૮)
બેટી બાપને કહે છે કે હે પિતાજી, મારો વિવાહ કોઈ ઉત્તમ વર સાથે કરી દો, જ્યાં સુધી આવો વર ન મળે ત્યાં સુધી તમે મારા વર બનો. અહીં બાબુલનો અર્થ ગુરુ છે. અને ઉત્તમ વર પરમાત્મા છે. આ અર્થ સમજીએ ત્યારે સત્ય સમજાય છે. એટલે આવી રચનાથી લોકોની જિજ્ઞાસા જગાડીને પોતાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
શૈલી, વિષય, પ્રયોજન અને છંદ એમ ચાર પ્રકારની ઉલટબાંસી છે. શૈલીના ત્રણ ભેદ- વિરોધાભાસ, સાર્દશ્યાશ્રિત, ગૂઢાર્થ પ્રતીતિ.
વિષય : ઉપદેશપ્રધાન, ત્યાગ-રાગપ્રધાન, વિશ્વાસપ્રધાન સાધનામૂલક માયાવિષય, સિદ્ધિફળ સંબંધી.
પ્રયોજનની દૃષ્ટિએ સાધનાત્મક અનુભૂતિ, ગુહ્યપ્રવૃત્તિ પ્રધાન, કૌતુહલ-વિસ્મય પ્રધાન, પાંડિત્ય પ્રદર્શન,
છંદની દૃષ્ટિએ—પૂર્ણપદ અને અંશપદ
ઉલટબાંસીમાં મુખ્યત્વે નીચેના ત્રણ તત્ત્વો રહેલાં છે.
૧. વિરોધાભાસી—અસંબંધ પદરચના, પરસ્પર વિરોધનો ભાવ
૨. પ્રતીક પ્રધાન–શબ્દોની વિચિત્રતા છે.
૩. સાધનાત્મક વિચારોની અનુભૂતિ
ઉપલબ્ધ રચનાઓને આધારે એમ જાણવા મળે છે કે તેમાં કેટલીક વિગતો અનિવાર્ય હોય
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International