________________
પ્રકરણ-૨
૧૦૭ “કાવ્ય સિલોક અનંઈ હરિઆલી રે ગાહા પ્રહેલી કહે રસાલી રે”. (પૃ. ૪૦૬)
આ રીતે સુધનહર્ષની કૃતિઓમાં હરિયાળી શબ્દપ્રયોગ થયો છે. હરિયાળી એક ગંભીર સાગર છે. સાગરમાં સફર કરીને પ્રચંડ પુરુષાર્થને અંતે મરજીવા મોતી પ્રાપ્ત કર્યાનો અપૂર્વ આનંદ માણે છે તેવી રીતે હરિયાળીનો અર્થ સમજાતાં અનમોલ મોતી સમાન વિચારો પ્રાપ્ત થાય છે. હરિયાળી એટલે બુદ્ધિની તીક્ષ્ણતા કરવાવાળી રચના.
જૈન સાહિત્યમાં હરિયાળીનો અર્થ એવો છે કે પ્રથમ દૃષ્ટિએ વિચિત્ર લાગે અને વિરોધાભાસ હોય પણ તેનો સાચો અર્થ તો કંઈક જુદો જ હોય છે.
સત્ય વાતને વિપરીત ભાષામાં વ્યક્ત કરવાની કલા હરિયાળીમાં છે. આવી રચનાને વિપર્યય કહેવામાં આવે છે.
હરિયાળી રચનાઓ એ યોગીઓની વિશિષ્ટ પ્રકારની ભાષા છે. લગભગ બે હજાર વર્ષથી આ પ્રકારની ભાષા પ્રચલિત છે, જે યોગીઓની શિષ્ય પરંપરા દ્વારા વિસ્તાર પામી છે. સંત કબીર અને ધ્યાન યોગીઓ એને “સંધા ભાષા” “સૈના-બૈના' શબ્દોથી ઓળખાવે છે. ચીની ભાષાના ધ્યાન અંગેના સાહિત્યમાં આવાં કાવ્યોની વિપુલ સંખ્યા મળી આવે છે. લગભગ આવાં ૬૦૦ “જિલ્’ (ચીની કાવ્ય) ઉપલબ્ધ થાય છે. ચીની ભાષામાં “કોઆને' શબ્દ હરિયાળીનો પર્યાયવાચક છે, ચીની યોગીઓએ જાપાનમાં પ્રવેશ કર્યા પછી ત્યાં પણ આવી કૃતિઓ વધુ પ્રચાર પામી છે. ગુરુ શિષ્યના પ્રશ્નોત્તર રૂપે પણ આવી કૃતિઓ રચાઈ છે.
જૈન સાહિત્યમાં આવા યોગી મહાત્મા આનંદઘનજી છે. એમનાં પદોમાં યોગ સાધનાનો પ્રભાવ છે અને હરિયાળી સ્વરૂપને મૂર્તિમંત રૂપે પ્રગટ કરે છે. તેમાં કોઈ લૌકિક અર્થ નથી પણ લોકોત્તર અર્થ છે જે બુદ્ધિની પરિપક્વતા વગર સમજી શકાય તેમ નથી.
હરિયાળી એ નામની રચનાઓ સાહિત્ય વિનોદ માટે કરવામાં આવતી હતી. આજે આપણે ઉખાણાં, અંતકડી, પાદપૂર્તિ વગેરે કરીએ છીએ તેમ. એટલે તેમાં કશો ગૂઢ આધ્યાત્મિક અર્થ હોતો નથી. આચાર્ય સ્વયંભૂની વ્યાખ્યામાં “શૂન્ય' અક્ષરો કહ્યા છે તેનો અર્થ એ છે કે વ્યંજનો બતાવ્યા ન હોય માત્ર સ્વરો જ બતાવ્યા હોય. તે ઉપરથી પદ્યનો પાઠ પકડવાનો હોય. આઠમી શતાબ્દીમાં રચાયેલી ઉદ્યોતનસૂરિ કૃત કુવલયમાળા કથામાં (પ્રાકૃત) આ હિમાલીયાનું ઉદાહરણ આપ્યું છે ત્યાં તેનું નામ ‘બિંદુમતી’ છે.
(ડૉ. હરિવલ્લભ ભાયાણી) હરિયાળીમાં મનોગત સૂક્ષ્મ ભાવ ધારણા કે સાધનાની અનુભૂતિના વિચારો અસંગત, અતાર્કિક અને લોકવ્યવહાર વિરૂદ્ધ લાગે તેવા વિચારો પ્રતીકાત્મક રીતે વ્યક્ત થયેલા હોય છે. સંત કબીરનું એક ઉદાહરણ જોઈએ તો –
“હિત્ન પૂત પિછે મ મારું, ચેત્રા ગુ ના પ (૨)
પહેલાં બેટો (પુત્ર) પેદા થાય છે પછી માતાનો જન્મ થાય છે આવો વિચાર સાંભળતાની સાથે જ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પણ બુદ્ધિપૂર્વક વિચારીએ તો એમ જાણવા મળે છે કે પુત્ર એટલે જીવાત્મા. માઈ—એ માયાનું પ્રતીક છે એમ પ્રતીકનો આશ્રય લઈને અભિવ્યક્તિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org