________________
૧૦૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા શબ્દ છે.
હરિયાળી શબ્દપ્રયોગવાળી રચના વિ. સં. ૧૫00 થી ૧૫૨૨ સુધીમાં વિદ્યમાન કવિ દેપાલ ભોજકની કૃતિમાંથી પ્રાપ્ત થાય છે.
“એ હરિયાળી જે નર જાણે, મુખે કવી દેપાલ વખાણે”. ન્યાયાચાર્ય યશોવિજયજી ઉપા.ની હરિયાળીમાં પણ આવો ઉલ્લેખ મળી આવે છે.
લક્ષ્મીસાગરના શિષ્ય હઆલી ગીત રચ્યું છે. આવી બીજી રચના અજ્ઞાત કવિની મળી આવે છે. પ્રથમ કૃતિની છઠ્ઠી કડીમાં “હઇઆલી' શબ્દ પ્રયોગ છે. અજ્ઞાત કવિની રચના પાંચ કડીની છે.
જૈન સત્ય પ્રકાશમાં ઉખાણાં- હરિયાળી શીર્ષકથી પ્રગટ થયેલ છે તે ઉપરથી અનુમાન કરવામાં આવે છે કે હરિયાળી એક ઉખાણાની પર્યાય તરીકે પ્રયોજાયેલો શબ્દ છે. “હિઆલી” શબ્દ શ્વેતાંબર સંપ્રદાયના કવિ જયવલ્લભે પાઈયમાં રચેલા “વજ્જાલગ્નમાં' હિઆલીવામાં વાપર્યો છે. રત્નદેવે એની મોટે ભાગે જે છાયારૂપ સંસ્કૃત ટીકા રચી છે તેમાં એને “હૃદયાલી પદ્ધતિ' કહી છે.
આ સંદર્ભમાં વિચારીએ તો હૃદયાલી, હિયયાલી, રિયાલી, હિઆલી શબ્દનું રૂપાંતર હઈઆલી-હરિયાળીમાં થયું હોય તેવો સંભવ છે.
ગૂઢાર્થ હરિયાળીનું બીજ છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને એક ચોરે પૂર્વ બવના અનંગ (સેન) સુવર્ણકારે “યા સા’ એવો જે સાંકેતિક પ્રશ્ન પૂછ્યો હતો, મહાવીરસ્વામીએ એનો ઉત્તર આપતાં “ સાં સા” એમ જણાવ્યું હતું. બ્રહ્માએ ઉપદેશરૂપે ત્રણ અક્ષરો “દ દ દ' દેવ, માનવ અને દાનવને ઉદ્દેશીને કહ્યા હતા. તેનો અર્થ દેવને દમન, દાનવને દયા અને માનવને દાનનો હતો. હરિયાળીને નાળિયેર સાથે સરખાવવામાં આવે છે. એના ઉકેલની મથામણ નાળિયેરમાંથી કોપરું કાઢવાની મહેનતના પરિણામ સાથે સંબંધિત હોવાથી આ ઉપમા વિનોદયુક્ત હોવાની સાથે યથાર્થ લાગે છે.
જૈન આગમ સાહિત્યના ઉત્તરાધ્યયન સૂત્રમાંથી પ્રહેલિકાનાં ઉદાહરણો પ્રાપ્ત થાય છે.
સુઘનહર્ષ એ તપગચ્છ પ્રસિદ્ધ હીરવિજયના શિષ્ય ધર્મવિજયના શિષ્ય હતા. તેમણે સં. ૧૬૭૭માં જંબુદ્વીપ વિચાર સ્તવન તથા બીજી કૃતિઓ નામે દેવ-કુરૂક્ષેત્ર સ્તવન અને મંદોદરી રાવણ સંવાદ રચેલ છે. હરિયાળી એટલે સમસ્યા. કોઈ શબ્દ કે અર્થ ગૂઢ રાખી તે પછી તે ગૂઢ શબ્દ કે અર્થ શોધી કાઢવાનો આ હરિયાલી શબ્દ રૂઢ જણાય છે. આ શબ્દ નીચેના સ્થળે વપરાયેલો જોવા મળે છે.
ગુણાવલી કહે પ્રભુ! અવધારી એક હરિઆલી કહો સુવિચારી”. “મોટાં પાંચ ધ્યેયનાં નામ આરાધઇ સવિ સીઝઈ કામ, ત્રણ અક્ષર માંહી તે જાણી ઈહ પરભવ સુખીઆ મન આણી”. “મુજ હરિઆલી કવણ વિચાર તે કહેજો પ્રભુ અરથ ઉદાર”.
(૯૩, પ્રેમલા લચ્છી, આ. કા. મ. પૃ. ૪૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org