________________
પ્રકરણ-૨
૧૦૫
૧૫. હરિયાળી : કાવ્ય સ્વરૂપ જૈન કાવ્ય પ્રકારોમાં અભિવ્યક્તિની દૃષ્ટિએ નવીનતા, આકર્ષણ અને અર્થ ગંભીરતાવાળી કાવ્ય રચના તરીકે “હરિયાળી' ઉચ્ચકક્ષાનું સ્થાન પામે છે. તેનો સ્વરૂપલક્ષી પરિચય કાવ્ય તરીકેની વિશિષ્ટતા દર્શાવે છે. હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી ભાષાના તુલનાત્મક અભ્યાસને આધારે સ્વરૂપલક્ષી પરિચય આપવામાં આવ્યો છે.
સાહિત્યનાં અન્ય સ્વરૂપોની તુલનામાં કાવ્ય રચના અને આસ્વાદ અતિ કઠિન છે ત્યારે તેને સરળ અને સુગ્રાહ્ય બનાવવા માટે હરિયાળીનો પરિચય માર્ગદર્શક નીવડે તેમ છે.
‘હરિયાળી'નો શબ્દાર્થ વિચારીએ તો “લીલોતરી', “શોભા', ‘Greenery '. અહીં કોઈ લીલોતરી હોય તો સંતોની સાધનાના પરિણામ સ્વરૂપે આધ્યાત્મિક વસંતોત્સવની અનુભૂતિ છે તેને વ્યક્ત કરવા માટે “હરિયાળી” કાવ્ય રચના છે. એટલે લીલોતરીનો અર્થ આધ્યાત્મિક આનંદની અનૂભૂતિ એ પણ જીવનની અનેરી ક્ષણોનો સમય છે તેને પ્રગટ કરતી રચના એ હરિયાળી છે એમ અર્થઘટન કરવામાં આવે છે. શબ્દાર્થથી કાવ્ય સ્વરૂપનો પૂર્ણ પરિચય થાય તે શક્ય નથી. તેને પૂર્ણરૂપે સમજવા માટે વિશેષ રીતે વિચારવું પડે તેમ છે. જૈન સાહિત્યમાં હરિયાળી રચનાઓ પ્રાપ્ત થાય છે અને કેટલાક સંદર્ભો તેના સ્વરૂપને સમજાવવામાં સહાયભૂત થાય છે તે દૃષ્ટિએ નીચે દર્શાવેલી માહિતી “હરિયાળી' શબ્દની સ્પષ્ટતા કરીને અર્થબોધ કરાવે છે.
જૈન સાહિત્યમાં હરિયાળી પ્રયોગ થાય છે. હિન્દી ભાષાના સાહિત્યમાં ઉલટબાસી શબ્દ છે. ગુજરાતી ભાષાના સાહિત્યમાં “અવળવાણી' શબ્દ છે. તુલનાત્મક રીતે વિચારીએ તો અવળવાણી અને ઉલટબાસી એ શબ્દો એકબીજા વચ્ચે વધુ સામ્ય ધરાવે છે જયારે હરિયાળી તદ્દન સ્વતંત્ર શબ્દ છે છતાં તેની રચનારીતિને કારણે અન્ય પર્યાયવાચી શબ્દો સાથે સ્થાન પામે છે.
અવળવાણી અને ઉલટબાસીમાં અવળવાણી-વિરોધનો ધ્વનિ પ્રગટે છે. જ્યારે હરિયાળીમાં આવો કોઈ ધ્વનિ શબ્દમાંથી નીપજતો નથી પણ તેની અંતર્ગત અભિવ્યક્તિમાં વિરોધનો ધ્વનિ અવશ્ય રહેલો છે.
હરિયાળી વિશે સ્વયંભૂ છન્દ ગ્રંથમાં નીચેનો શ્લોક છે તે ઉપરથી હરિયાળીનો અર્થ સમજી શકાય છે.
सुण्णाइं अक्खराइं णाणाछंदेसु जत्थ बज्झंति
ફિલ્મણ વિ ત્રણ સભ્યો દિશાનિ મUUU પ્રસ (૨ ) અર્થ : જેમ જુદા જુદા પ્રકારના છંદોમાં શૂન્ય અક્ષરો બાંધવામાં આવે છે અને હૃદયમાં પણ જેનો અર્થ વસે છે તેને હૃદયાલિકા કહેવામાં આવે છે.
હરિયાળી શબ્દના મૂળમાં સંસ્કૃત ભાષાનો હૃદય શબ્દ છે, પ્રાકૃતમાં હિયાલિયા શબ્દ છે, તે ઉપરથી હરિયાળી શબ્દનો ઉદ્ભવ થયો છે. - હરિયાળી કહો કે હરીયાળી કહો એ બને ગુજરાતી ભાષાના શબ્દ છે. જૈન સાહિત્યમાં આ પ્રકારની કૃતિઓ વિશેષ રૂપે પ્રાપ્ત થાય છે. તદુપરાંત “હઈઆલી” “હીઆલી’ શબ્દ પ્રયોગ હરિયાળીના અર્થમાં પ્રયોજાયા છે. પાઠય ભાષામાં ‘હિઆલી' શબ્દ છે, સંસ્કૃતમાં “હૃદયાલી'
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org