________________
પ્રકરણ-૭
૩૫૭
સંવત પનર સતાણુઈ આસો આસૂર આલોમાસ, સાધ નામ ગુણરત્નમાલા એ રાસ. રચતા એ મનનઈ અતિ ઉલાસ ઉલ્લાસ, સુંદર રવિ શશિ સોઈ સાસ્વતા મેરૂ મહીધર જહાં. વજુવધિ સંઘ પરવાર સૂચિર પ્રતપોએ અવિચલ તિહાં, જીવતાં અજમાન વરૂ શ્રી વિજઈદાનસૂરદ.
ભટારક રાજવિજયસૂરિ કહે વાસણ મણ આણંદ સુંદર દરસણ સાધના. સંદર્ભ: જૈન ગૂર્જર કવિઓ ભા-૧. ૩૬૩
૩૪. સંવાદ
સામાન્ય રીતે સંવાદનું લક્ષણ નાટક કે એકાંકી જેવી કૃતિઓમાં નોંધપાત્ર ગણાય છે. જૈન સાહિત્યમાં કેટલીક કાવ્ય કૃતિઓમાં બે પાત્રો વચ્ચેનો વાર્તાલાપ સંવાદરૂપે ગણાય છે. આ પ્રકારનો કેશી-ગૌતમી અધ્યયન (ઉત્તરાધ્યયન સૂત્રોમાં પ્રાપ્ત થાય છે. સ્થૂલિભદ્ર કોશા, રહનેમિરાજુલ, સંવાદ
કર સંવાદ (બે હાથ વિશે) કવિ લાવણ્ય સમય, સમુદ્ર વહાણ સંવાદ- યશોવિજયજી ઉપા., રાવણ મંદોદરી- સંવાદ- કવિ લાવણ્યસમય વગેરે કૃતિઓ આ પ્રકારની છે. અત્રે જીવ અને કાયાના સંવાદની સંક્ષિપ્ત માહિતી પ્રગટ કરવામાં આવી છે. કવિ સાંકળચંદ કાયા અને જીવનો સંવાદનીક સઝાય રચી છે.
કાયા જીવને કહે છે રે ઓ પ્રાણપની, લાડતો લડાવ્યાં સારાં કદી ન કર્યા ટુંકારા, આજ તો રીસાણા પ્યારા રે ઓ પ્રાણપતી.
| ૧ | ભેળા બેસીને જમાડી બાગ બગીચાને વાડી, ફેરવી બે સારી ગાડી રે - પ્રાણપતી,
|| ૨ || અતર કુલેલ ચોળી કેસર કસુંબા ઘોળી, રમ્યા રસ રંગ હોળી રે પ્રાણપતી.
| ૩ || જીવ કાયાને કહે છે તે વિશે કવિના શબ્દો છે.
જીવ કાયાને સુણાવે રે ઓકાયા ભોળી, કાયા તું કામણગારી પાશમાં પડ્યો હું તારી,
પ્રભુને મુક્યા વિસારી રે ઓકાયા ભોળી. || ૧ | તારી સાથે પ્રીતિ કરી કરીને બેઠો હું કરી.
પાપની મેં પોઠ ભરીરે ઓ કાયા ભોળી. | ૨ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org