________________
૩૫૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આદિ : અસુર અમર ખયરિંદ પણમિય પયપંક્ય,
જસુ સિરિ બીસ નિણંદ પત્ત સાસપયયસંપય. વર અચ્છર સુર સરિય સરિસુ તરુવર સુમસોહર,
સો સમેય ગિરિંગ નમી તિથહસિર સેરહ. અંતઃ ઈય સમ્મય ગિરિંદવીસ જે સિદ્ધ જિણેસર,
મોહ ગુરૂય તમ તિમિર પસર ભયહરણ દિસેસર. તે સંધુ અતિએ ભતિરાઈ સુપસાઈ મહામુણિ,
ધમ્મસૂરિ પાયાણ દિધુ ચિતિય સુહ જે મુણિ. સંદર્ભઃ (જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ / ૪૨૫)
૩૨. સ્વાધ્યાય - આત્મ શિક્ષા સ્વાધ્યાય આત્માને ઉપદેશાત્મક વિચારોનો સ્વાધ્યાય કરવા માટે આ લઘુરચના સૂચન કરે છે. મુખ્યાયે ધર્મ કરવાથી શિવસુખ પ્રાપ્ત થાય છે એમ જાણીને ધર્મકરણી કરવી જોઈએ. સ્વાધ્યાય એટલે પુનરાવર્તન, આવૃત્તિ, આત્મલક્ષી વિચારોનું ચિંતન એવો અર્થ સમજવાનો છે, તેનો અત્યંતર તપમાં સમાવેશ થાય છે. સ્વાધ્યાયએ કર્મ નિર્જરાનું મહાન નિમિત છે વળી, જ્ઞાનનો લયોપશમ પણ થતો હોવાથી તેનું મૂલ્ય ઉચ્ચ કોટિનું છે– આદિ સંભવ જિનવર વિનતી,
જીવન ચેતન ચેતઈ પામીને નવભવસાર રે.
સાર સંસારમાં લહિ કરી ચલી લહિ ધર્મ ઉદાર રે જીવન. ૧ અંત : શ્રી વિજયરત્નસૂરિસ્વરૂપ દેવવિજય ચિતધારરે,
ધર્મથી શિવસુખ સંપજે જિમ લહો સુખ અપાર રે જીવન ચેતન ચેતીઈ. ૭ સંદર્ભઃ જૈન ગૂર્જર કવિઓ - ૫ | ૪૧૬
૩૩. રત્નમાલ કવિ વાસણ કૃત આણંદવિમલસૂરિ રાસનું બીજું નામ સાધુગુણ વંદના રત્નમાલ છે. અહીં રત્નમાલ શબ્દ આણંદવિમલસૂરિના એક એક ગુણ કિંમતી રત્ન સમાન છે. એટલે રત્નમાલ નામ નિર્દેશ કર્યો છે. આદિ : સકલ પદારથ પામીઈ જપતાં શ્રી જિનનામ,
પ્રથમ તિર્થસર ધ્યાdઈ ઋષભજી કરૂં પ્રણામ. અંત : શ્રી આણંદ વિમલસૂરિસરૂ તસ પટોધર પવિત,
તે શ્રી વિજયદાનસૂરિ ગુણનિલું વાસણ પ્રણમિ એ આણી નરમલ ચિત સું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org