________________
પ્રકરણ-૫
શ્રી નેમિચરણ બંદ જિમ હોઇ મનિ આનંદ, મંગલ વિનોદપાવો જે નામ નિત ધ્યાવો.
જિન્હ હિયÛ જિન વિરાજઇ તિન્હ સુખ કિલેસ ભાજð, યદુપતિ વર ગુણ ગાવો જિમ મુક્તિ સંગ પાવો. મુક્તિ સંગ જિઉ પાઇય ટલહિજુ સકલ કિલેસ, મદનમાન જિનિ ખંડિઉ ધ્યાવો સોઇ જિનેશ. શ્રી વંશ સાઘરવર દુર્ગાદાસ કલ્પતરવર, જિસુ નામિ લચ્છિ પાવઇ સવલોક પગસુ ધ્યાવઇ. ખિલત શિષ્ય જાણો સંજમિસુ જોતિ ભાણો, તસુ શિષ્ય ગુણસુગાવઇ જિમ સકલ સૌખ્ય પાવઇ. શ્રી નેમિશ્વર વંદયઇ લલાહીયઇ સુષ્ય અનંત, ઋષિ ગુરુદાસ ગુણ વિત્થરઇ જિઉ સુ હોઇ મહંત.
(૮)
૪૭. ધમાલ
‘ધમાલ’નો શબ્દાર્થ વિચારીએ તો તોફાન, અવાજ, મુસલમાનોનું ધાર્મિક પ્રસંગે અગ્નિમાં ચાલવું છ માત્રાનો વિષય જાતિનો એક તાલ.
૨૯૭
ઉપરોક્ત શબ્દાર્થને આધારે ધમાલ'નો અર્થ તાલબદ્ધ ગીત ગાવાની પદ્ધતિ એમ નિષ્પન્ન થાય છે. મૂળ આફ્રિકાથી જૂનાગઢ અને ત્યાંથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા પાસે બાવા ગોળ (આદિવાસીજાતિ) સ્થાન જયાં રહેલા મુસલમાનોનું જુસ્સા ભર્યું નૃત્ય છે. આ સંદર્ભ ઉપરથી ધમાલમાં તાલ બદ્ધ ગાવાની સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કરવાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
Jain Education International
કવિ કનક સોમની આર્દ્રકુમાર ચોપાઈ અથવા ધમાલ રચના સં. ૧૬૪૪ના પહેલા શ્રાવણ ૪૮ કડીની કૃતિ પ્રાપ્ત થાય છે. કાવ્યના આરંભ કે અંતમાં ક્યાંય ‘ધમાલ’ શબ્દ પ્રયોગ પ્રાપ્ત થતો નથી. આ કૃતિની રચના સૂયગડાંગસૂત્રને આધારે કરવામાં આવી છે. કવિએ અંતિમ પંક્તિમાં જણાવ્યું છે કે
કનક સોમ આણંદ ભગવતિભરઇ ભણતાં સબ સુખકાર" પ્રાચીન કાળમાં ધમાલ'ને બદલે હમાલ શબ્દ પ્રયોગ થતો હતો.
‘ધમાલ’ ફાગુ કાવ્ય સમાન રચના છે. હોળીમાં ગવાતાં ગીતોમાં ‘ધમાલ’ એક રાગબદ્ધ ગીત છે. એટલે ધમાલ કાવ્ય ફાગુનું અનુસરણ કરે છે. આનંદ અને ઉલ્લાસથી ઉજવાતા પ્રસંગમાં આવાં ગીતો ગવાય છે તે દૃષ્ટિએ આર્દ્રકુમારના જીવનના પ્રસંગોનું નિરૂપણ જીવનનો સાત્વિક આનંદ વ્યક્ત કરે છે. ધમાલ એટલે ફાગણ માસના ઉત્સવમાં ગવાંતા હોરી ગીતોનો પ્રકાર. પ્રેમલા લચ્છી રાસમાં ધમાલનો દેશી તરીકે ઉલ્લેખ થયો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org