________________
૨૯૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
સવૈયા છંદ માત્ર ૩૧ અથવા ૩૨ ચરણ ૪ યદિ ૧૬મી માત્રાએ તાલ ૧, ૫, ૯, ૧૩, ૧૭, ૨૧, ૨૫, ૨૦મી માત્રાએ સ્વરૂપ દાદા, દાદા, દાદા, દાદા, દાદા, દાદા, દાદા, ગાલ
૪૫. કવિતા લોંકા ગચ્છના કવિ દીપચંદે સુદર્શન શેઠ રાસ અથવા કવિત્ત નામની કૃતિ સં. ૧૮૩૬ પહેલાં રચી છે. કવિએ ૧૨૦ છપ્પામાં સુદર્શન શેઠનું ચરિત્ર વર્ણવ્યું છે. ૧૨૦ છપ્પાને અંતે કવિત્ત” શબ્દ પ્રયોગ થયો છે
સુદરસન સંબંધ સુણે વાંચે ચિત સામે, તાંતણ કાતિકે પંચભર વિષય ન રાચે. સાતે રાચે સીલ નેહ છેડે પરનારી, શેઠ તણા ગુણ સુણીઇ ઇસી રામૈ ઇકતારી. ઇહ લોક સુજસ પસરેઈલા પરલોકે હુઇ પરમગતિ, આદરે સીલ પાલે અખંડ કહે એમ દીપો કવિત.
૫ કવિત એકાં ઘરિધન લાખ એક નિરઘન નિરધારા, એમેં ઘરિબહુ નારિ એકનર ફિર કુઆરા. એકાં આસણ તુરીય એક નર હડ પાલા, એક રૂપ સરૂપ એક નર કુચ્છિત કાલા. ઇમ બહુ લોય સુભમેં અસુભકીયા કર્મ ન ટર્લ કહી,
મતદીયો દોસ કો દૈવર્ને સગતસિંહ બોલૈ સહી. કવિત્તએ વર્ણિક છંદ છે. તેના દરેક ચરણમાં ૩૧ વર્ણ હોય છે, ૧૬, ૧૫ વર્ણ પર યતિ આવે છે. અંતિમ વર્ણ ગુરુ હો.
૪૬. નેમિનાથ રેખતા ૬. ગુજરાતી ભાષામાં ગઝલો મોટી સંખ્યામાં રચાઈ છે. ગઝલના પ્રારંભ કાળમાં રેખતા છંદનો પ્રયોગ થતો હતો. ત્યાર પછી ગઝલમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. કવિ ગુરુદાસ ઋષિએ નેમિનાથ રેખતાની ૮ કડીમાં રચના કરી છે. સત્તરમી સદીના આ કવિએ જૈન સાહિત્યની ગઝલોના પ્રારંભ કાળનો ઐતિહાસિક સંબંધ દર્શાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org