________________
પ્રકરણ-૩
૨૩૯
સંદર્ભ : કવિવારજ દીપવિજય પા. ૧૩૬ કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન પા. ૯૩, ૧૫૮
વિવિધ ગહુલીઓ
$
$
૩૩. હાલરડું અને અન્ય રચનાઓ
‘હાલરડું' એટલે માતા બાળકને ઊંઘાડવા માટે લયબદ્ધ પદાવલીઓને સંગીતમય ધ્વનિ યુક્ત ગાય છે તે રચના. બાળકોને વાત્સલ્યથી પારણામાં ઝુલાવતી વખતે ગીતસ્વરૂપ હાલરડું ગાવાથી તેની કોઈ ચુંબકીય અસરથી નાનકડો બાળ નિદ્રાધીન બને છે. તેમાં પારણાનું વર્ણન ને બાળ ચેષ્ટાઓ, બાળકનો શણગાર, કૌટુંબીક સંબંધો, ભવિષ્યની અનેરી આશા-આકાંક્ષાઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં સ્વાભાવિક નિરૂપણ દ્વારા ચિત્રાત્મક અભિવ્યક્તિ થતી હોય છે. આવાં ગીતો કે પદોમાં માતાના ઉલ્લાસ અને અપૂર્વ વાત્સલ્યનો સાહજિક ભાવ પ્રગટ થયેલો જોવા મળે છે.
માતા બાળકને પારણામાં ઝુલાવતી હોય તે દશ્ય માતૃત્વના જીવનનો સર્વોત્તમ પ્રસંગ કહેવાય છે. તેનું વર્ણન શબ્દોમાં થઈ શકે તેમ નથી. તે તો માતા પોતે જ જાણે છે. “હાલરડું આવી અનુભૂતિને સાકાર કરતી પદ કે ગીત સ્વરૂપની સુમધુર કાવ્ય રચના છે. તેમાં વિશેષ રીતે તો માતાના ચિત્તની પ્રસન્નતા ને ધન્યતાનો નૈસર્ગિક ભાવ જોવા મળે છે.
જૈન સાહિત્યમાં ઉપલબ્ધ હાલરડાંની કૃતિઓ સાધુ કવિઓએ રચી છે તેમ છતાં પ્રભુ ભક્તિના પર્યાય રૂપે મધુર પદાવલીઓમાં વાસ્તવિકતાનો પરિચય થાય છે. ત્યાગ અને વૈરાગ્યને વરેલા સાધુઓના શુભ હસ્તે બાળક અને માતાના સંબંધનું ભાવવાહી ચિત્ર આલેખવાની એમની પ્રવૃત્તિ સૌ કોઈને માટે ગૌરવવંતી છે. પાયામાં પ્રભુ પ્રત્યેનો અનહદ પ્રેમ છે. પદના કાવ્ય પ્રકાર તરીકે ભજન, આરતી અને હાલરડાં ને સ્થાન આપવામાં આવે છે. કૃષ્ણ ભક્તિ વિષયક વિવિધ પદોમાં હિંડોળાનાં પદો ભગવાનને પારણામાં ઝુલાવતી વખતે ગાવામાં આવાં પદો સમૂહમાં ગાઈ શકાય તેવા ઢાળ કે દેશમાં રચાયાં છે. તેમાં દેવની સ્તુતિની સાથે ઋતુનો સંદર્ભ પણ જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org