________________
૨૪૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા મળે છે. માતૃવાત્સલ્યને પ્રગટ કરતાં હાલરડાંનું મૂળ શ્રી કૃષ્ણની બાળલીલાનાં પદોમાં છે. ભાગવતમાં હિંડોળાંનાં અને હાલરડાંનાં પદોમાં શ્રી કૃષ્ણની બાળલીલાનું નિરૂપણ થયેલું છે.
હાલરડું સુગેય પદ રચના છે. જેમાં બાળસ્વભાવની લાક્ષણિકતા, માતૃહૃદયની બાળક પ્રત્યેની શુભ ભાવના, આશીર્વાદ અને ભવિષ્યની અનેરી આકાંક્ષાઓ વ્યક્ત થયેલી હોય છે. પદ સમાન હાલરડાં પણ ભક્તિ પ્રધાન કાવ્યનું અનુસંધાન કરે છે.
શ્રી કૃષ્ણના હાલરડાં એ સૌ કોઈ બાળકોનાં હાલરડાં છે. પ્રેમાનંદના દશમસ્કંધમાં પણ એક હાલરડું છે. લોકગીતોમાં લોકભાષામાં વિશિષ્ટ રીતે હાલરડાનું સર્જન થયું છે. છૂપાઈ ગયેલા બાળકૃષ્ણને શોધવા પ્રયત્ન કરતી માતાની વ્યાકુળતાનું નિરૂપણ ભાલણના પદમાં નીચે મુજબ મળી આવે છે.
“કહાન કહાન કરતી હતુ રે, ઘેર ઘેર જતી હડ રે,
ક્યાં ગયો મારો નાનડિયો જેને નાકે નિર્મળ મોતી રે.” મંદિરમાં પ્રભુ પૂજા કરવામાં આવતી હતી ત્યારે એમના જન્મનો મહિમા દર્શાવવા માટેની ભક્તિભાવ પ્રધાન રચના તરીકે હાલરડું સ્થાન ધરાવે છે. ભક્તજનોની ભક્તિ ભાવનાની અભિવ્યક્તિમાંથી હાલરડાનો ઉદ્દભવ થયો હોય એમ માનવામાં આવે છે.
હાલરડામાં પારણાના વર્ણન ઉપરાંત સગાં સ્નેહીઓનાં નામનો ઉલ્લેખ થયેલો હોય છે. ઉદા. “હરિ હાલો રે કાનજી હાલો રે, નંદનો લાલો રે,
વિશ્વનો વહાલો રે, તે પોઢ્યો પારણે. હરિ.
હરિને પારણે જગ્યા આપરે, નંદજી તો લાલ રે. ઝુલાવે પારણું.” લોક સાહિત્યમાં હાલરડાં વિશેષ છે. હાલરડાંનો ઉદ્દેશ બાળકને પારણામાં પોઢાડવાનો છે. બાળક શાંતિથી નિદ્રાધીન થાય તે માટે વિવિધ પ્રદેશમાં હાલરડાં પ્રચલિત છે.બાળનિંદ્રા સંગીતના લયબદ્ધ સૂરોથી પણ સાધ્ય છે. તેમ છતાં લોક બોલીમાં રચાયેલા લય યુક્ત ટૂંકા પદો બાળકોને પોઢાડવામાં માતા ગાય છે. જો માતાનો કંઠ મધુર હોય તો હાલરડું પ્રભાવોત્પાદક બને છે. રડતા બાળકોને શાંત કરવા માટે પણ હાલરડાં ગાવાનો રિવાજ જોવા મળે છે. તેમાં ધ્રુવપંક્તિ અતિમહત્વનું સ્થાન ધરાવે છે. હાલરડાં માટે હાલો, હાલો જેવા શબ્દો પણ પ્રચલિત છે.
“હાલરડું ઘણું વહાલું હો ભાઈને, હાલરડું ઘણું વહાલું ચકમક ચકલી સોનેથી મઢાવું, પારણીયે પોપટ પધરાવું હો ભાઈને ચિનાઈ ચાદર ચંપાનાં કુલડાં, સૂવાની સહેજ બિછાવું હો ભાઈને. મલમલ મશરૂત તકીઆ બનાવું, પારણીએ પધારવું હો ભાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org