SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૬ ૩૧૧ રાગ ને દ્વેષ અરી જીપ, જે મોહ માયણ રસ રાખિજે; જિનહરષ ત્રિજગતના વસીકરણ, મુગતિ-વધુ રસ ચાખિજે. ૨૨ ભાગ્ય વિના પુરુષાર્થની નિરર્થકતા ચરણે ભુઈ ગાહતો, દેશ પરદેસ ફરતો; જલ સાયર લંઘતો, કામિ કેઈ કર્મો કરતો, ચિત્ત ચાલા ગુંથંતો, કુબુદ્ધિ માંન માંહિ ધરતો; કરતો સઉદાસુત, રહેં દિન રાતિ ભમતો, ધઠ કાજિ કરેં ધંધા ઘણા, કપટ હઈઆ માંહિ ધાવતો, જિનહરખ કહે ધન કિહાં થકી, જો ભાગ્ય વિના ન મિલેં ઇતો. ૨૨ ૬૪. સત્તાવની પાર્શ્વચન્દ્ર ગચ્છના કવિ રૂપચંદજીએ કેવલ સત્તાવનીની રચના સં. ૧૮૦૧માં કરી હતી. પ્રસ્તુત કૃતિમાં કેવળજ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે. સંવર તત્ત્વના પ૭ ભેદ છે તેની ભાવના ભાવવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. “સંવર ભાવે કેવલી” એમ કહેવાય છે તે યથાર્થ છે અષ્ટ પ્રવચન માતા ૨૨ પરિષહ ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને પાંચ ચારિત્ર આ રીતે ૫૭ ભેદ છે. નવતત્ત્વપ્રકરણમાં આ અંગે વિશેષ માહિતી છે. A કેવલ સત્તાવની આદિ-કાર પૂરણ બ્રહ્મ પદારથ સકલ પદાર્થ કે સિર સ્વામી. વ્યાપક વિશ્વપ્રકાશ સુમંતર જ્યોતિ સર્વ ઘટ અંતરજામી; સિદ્ધ એહી ગુરુ ગોવિદ હે અરૂ શિષ્ય એહી પર છાંડી અકામી, આપુ અકર્તા પુન્યતા ભોગતા તાહિ વિલોકનમેં કેવલ નામિ. ૧ અંત- લિંગ અખંડિત સમુતિ સંત કતાબંર સાકાર સિદ્ધિ સહાઈ, પાસ શશિ સૂર સો દીપક તાહિક જોત અનૂપચંદ કહાઈ. તાહીકો અંસ બ્રહ્મરૂપ સંવેગી અરિહા ધ્યાન કરે મનલાઈ, પંચ લઘુ અક્ષરે સિદ્ધ હું કારજ કેવલ સાધ સરૂપએ ભાઈ. ટ્વભાવ અસાર હવૈ જન સીઝ આગમ સાર સમયકો સારા, ત્રિપદી ભેદ અભેદ સમાવૈઈ પરમાતમપદ પાવૈ ધારા. ચાલી જાય શિવ મગ્નકે સંમુખ નિરવિકલ્પ નિરૂપધિ તારા, વિમલા રસરૂપે સિદ્ધિ પ્રગટે કેવલસાદિ અનંત આચાર. સંવત સૈજુ અષ્ટાદશજાની ઉપર એકોતર વરસે વચી, માસ સુઉજજવલ માઘ સુપાંચ તાદિન વસંત રિતુ શુભ મચી. દરસ પરસ હવો જબની આદજિન છબિં સાસિતસચી, વારસુભા મરિષ(ચં?) રેવતી શુભયોગે કેવલ સતાવની રચી. ૫૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy