________________
૨૮૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો,
સ્વામી સેવા ગ્રહી નિકટ લાશે. તાર હો.. * જૈન સાહિત્યમાં ગીતાનો એક અર્થ તત્ત્વદર્શન છે તો ઉપલબ્ધ ગીતાઓને આધારે બીજો અર્થ ગુણગાન, મહિમા, ગુણગાથા, સ્તુતિનો છે. જિનશાસન ગુણાનુરાગને વધુ મહત્ત્વ આપે છે, તે દૃષ્ટિએ ચરિત્રાત્મક ગીતાઓ ગુણાનુવાદ ગુરુ-ગુણનો મહિમા ગાઈ રચાઈ છે. તેમ ચરિત્ર તો એક સાધન છે પણ કોઈ વ્યક્તિ કે તીર્થંકરના જીવન પ્રસંગોમાંથી જીવનની ઊર્ધ્વગતિ કે મુક્તિ પ્રાપ્ત થાય છે તેનું જ વિશેષ મહત્ત્વ છે. સાધન અને સાધ્યનો ભેદ સમજીએ તો ચરિત્રાત્મક ગીતાઓ પણ તત્ત્વલક્ષી છે એમ માનવામાં કોઈ વાંધો નથી.
જૈન ગીતા કાવ્યોની કેટલીક કૃતિઓમાં પ્રથમ અધ્યાત્મ શબ્દ પ્રયોગ થયો છે. આત્મદર્શન, ગીતા, અધ્યાત્મગીત, આત્મગીતા તે દૃષ્ટિએ વિચારીએ તો ગીતામાં મૂળભૂત રીતે આત્મતત્ત્વનું વિશ્લેષણ કરીને આત્મા પરમાત્મા બને અને તેમ શક્ય ન હોય તો અંતે સિદ્ધિ પદને પામે તે અંગેની જિન શાસનના વિચારોની અભિવ્યક્તિ થઈ છે. વિશ્વમાં વિવિધ ધર્મોમાં જીવમાંથી શિવ થવાની માર્ગની વિચારણા કરવામાં આવી છે. તેમાં જૈન દર્શનમાં પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવીને (નવતત્વ) પ્રથમ જીવતત્વનો વિશદ વિચાર કરવામાં આવ્યો છે.
એગે જાણઈ તે સવૅ જાણઈ” આગમ ગ્રંથના આ સૂત્રનો અર્થ એ છે કે જે એકને જાણ છે તે સર્વને જાણે છે અહીં એક “જીવાત્મા” આત્મ સ્વરૂપની પરિપૂર્ણ માહિતીને પ્રાપ્તિ અનિવાર્ય છે એટલા એક આત્માને જાણે છે તે જગતના પૌગલિક પદાર્થોનું પણ જ્ઞાન ધરાવે છે. આત્માને પુદ્ગલોનો સંયોગ ભવ ભ્રમણ કરાવે છે. એટલે તેનાથી મુક્ત થવા માટે આત્માને જાણવાની સાથે અન્ય સર્વજ્ઞાન પણ આવી જાય છે. ગીતા એ વીતરાગભગવંતની દિવ્યવાણીનો પરિપાક છે. તેમાં આત્માના ઉદ્ધારનો સંદર્ભ હોય તે નિઃશંક છે. આત્મા સ્વરૂપનો અભ્યાસ એ ગીતાનો પાયાનો વિષય છે.
સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્માઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રિપદીનો ઉપદેશ આપે છે. ગણધર ભગવંતો પોતાની લબ્ધિ વિશેષતાથી તેની દ્વાદશાંગી રચે છે. શરીરમાં જેમ બાર અંગની મુખ્યતા છે, તેમ તીર્થકરોની વાણીમાં પણ બાર અંગો છે. દ્વાદશાનામણાનાં સમાહાર: ઇતિ દ્વાદશાંગી કહેવાય છે. સંસારમાં રહેલા પદાર્થોની જે સ્વાભાવિકી કે કાર્મિણી વ્યવસ્થા છે તેને જ યથાર્થવાદી પરમાત્મા યથાર્થરૂપે પ્રરૂપે છે.
દ્રવ્ય માત્રામાં મૂળ દ્રવ્યરૂપે પ્રૌવ્ય અને વ્યય રહેલાં છે તેથી તૃણથી લઈને ઇન્દ્ર સુધીના અનંત દ્રવ્યોમાં ત્રણેની વ્યવસ્થા સુસંગત છે.
ભગવાનની દેશનાનો આ સંદર્ભ ગીતા કાવ્યોની વિચાર સૃષ્ટિને જાણવા માટે આવશ્યક છે. દ્રવ્યાનુયોગના એક ભાગ તરીકે આધ્યાત્મ શાસ્ત્ર છે. વ્યુત્પત્તિથી તેનો અર્થ વિચારીએ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org