________________
૨૯૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મંગલકલસ તણી ચઉપય સંવત પનર પંચવીસ ઈહઈય, પઢઇ ગુણે સંભલઇ વિચાર તસ ઘરિ ઉચ્છવ જય જયકાર. ૨૯ મુનિવર વાચક ઉદયધર્મ જાણિ નવનચેતિ કરિ વખાણ, જાણે શાસ્ત્રની આગમ મર્મ તાસ પસાઈ રચીલ ઉપક્રમ. ન્યાય રવિ ભણિ મંગલધર્મ જે સાંભળતાં આવી શર્મ.
૩. છપ્પય-છપ્પા
૨. કવિ ઋષિ પ્રકાશ સિંહે સં. ૧૮૭૫ અષાઢ સુદ-૮ને દિવસે ગોંડલ નગરમાં બાવ્રતના છપ્પાની રચના છપ્પય-છપ્પા છંદમાં કરી છે. આરંભમાં પ્રથમ વ્રત પ્રાણાતિપાત છે તેના સંદર્ભમાં જીવદયા-અહિંસા પરમો ધર્મના વિચારો વ્યક્ત કર્યા છે.
આદિ-જીવદયાનિત પાલિએ વ્રત પહેલું કહિએ,
વળી સૂક્ષ્મ બાદર સર્વેને અભયદાન જ દઈએ. સાધારણ પ્રભુ (2) બહુ પાપ જ જાણો,
એ અનંત કાયને ઓલખી તેહની દયા આણો. ઉથલો
છે કાયની રક્ષા કરો કુટુંબ સર્વે છે આપણો,
પ્રકાશ સંઘ કહે પાલજો તોય ઋતુ ડાયા પણ (7) અંત-અઢાર સો પંચોતરોની શુક્લ પક્ષે વલી,
માસ અસાડિ સોભનો વલી અટ્ટમ દિવસે. સઝાઈ વિધિ સોભતી ધરિ મન ઉલાસે, કહે સેવક ભાવમું વલિ ગોંડલ વસે. હું વાંદીશ વ્રત શ્રાવકનાં ને સુધ સમકિત પાલશે, પ્રકાશસંઘ વાણી વંદે મોક્ષનાં સુખ માલશે.
૪. સવૈયા
૩A મધ્યકાલીન સમયમાં કેટલીક કાવ્ય રચનાને છંદના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિ પ્રાચીન કાવ્યોમાં જોવા મળે છે. માતૃકા ચઉપઈ (ચોપાઈ) તેના શીર્ષક ઉપરથી કાવ્યના છંદનો સંબંધ જાણવા મળે છે એટલે છંદ પ્રધાન કાવ્યો આ શૈલીમાં પ્રાપ્ત થાય છે. અત્રે નમૂનારૂપે “સવૈયા છંદની માહિતી અને કાવ્યનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org