________________
પ્રકરણ-૩
૨૨૯
(સાંકળચંદ)ની ચારો મંગલચાર આરતીમાં પ્રભુ ભક્તની માહિતી પ્રાપ્ત થાય છે. કવિના શબ્દો છે.
‘હૈયે ધરી ભાવ ભાવના ભાવો, જિમ પામો ભવપાર.’
આ રીતે મંગલ દીવો જીવનમાં સર્વ રીતે મંગલ કરનારો છે પણ મંગલ થાય તે માટે દ્રવ્યની સાથે ભાવની ઉત્તમતા જરૂરી છે. આ વાત સર્વ ધર્મકરણીમાં કેન્દ્ર સ્થાને છે. “આરતીનો મહિમા"
એક વખત કુમારપાળ મહારાજાએ પરમાત્માની અંગ રચનાનું દર્શન કર્યું ત્યારે મનમાં શુભ ભાવના પ્રગટ થઈ કે મારા ઉદ્યાનમાં છ ઋતુનાં પુષ્પો ન ઊગે ત્યાં સુધી ઉપવાસ કરવો. આ પ્રતિજ્ઞાના સમાચાર પૂ. હેમચંદ્રાચાર્યને જાણવા મળ્યા. પૂ.શ્રીએ શાસનદેવીની સાધના કરી અને ઉદ્યાનમાં છ ઋતુમાં પુષ્પો ઊગી નીકળ્યાં. પછી કુમારપાળ મહારાજાએ આ પુષ્પોથી પરમાત્માની ભવ્ય અંગ રચના કરીને ભાવોલ્લાસ પૂર્વક આરતી ઉતારી. એટલા માટે આરતી ઉતારી રાજા કુમારપાળે એવો ઉલ્લેખ આરતીમાં થયો છે.
આરતી બૃહદ્ આરતી સંગ્રહ વિવિધ પૂજા સંગ્રહ પરિશિષ્ટ
૩૧. ગરબો ગરબી
૧. ધાર્મિક અને સામાજિક ઉત્સવોમાં સમૂહમાં ગાવાની પદ્ધતિમાંથી ગરબાનો ઉદ્ભવ થયો છે. ગરબો મુખ્યત્વે માતાની ભક્તિ સંદર્ભમાં વિકાસ પામ્યો છે. અંબા માતા-કાળીમાતાના ગરબા જનજીવનમાં વધુ ખ્યાતિ ધરાવે છે. માતાની ભક્તિના વિષય ઉપરાંત સામાજિક અને સમકાલીન વિષયો પણ ગરબામાં કેન્દ્ર સ્થાને રચ્યા છે. આ રચનાઓ સંઘ નૃત્ય સાથે સંબંધ ધરાવતી હોવાથી તેનાં ગેયતાનું લક્ષણ અનિવાર્યપણે રહેલું છે. ગરબામાં દેવ-દેવીપૂજા શણગાર, દૈવી શક્તિ અને દેવ-દેવીના ચમત્કાર પ્રભાવનું વર્ણન હોય છે. વિવેચક શ્રી અનંતરાય રાવળ જણાવે છે કે ગરબા ગરબીનું મૂળ દેશીઓમાં છે. ત્યાર પછી રાસ રચનાઓમાં તેની માહિતી પ્રાપ્ત થાય છે. ટૂંકી દેશીઓમાંથી પદ રચના બની. લાંબી દેશીઓમાંથી કડવાં બન્યાં. પદોમાંથી ગરબીનો ઉદ્ભવ થયો અને કડવામાંથી ગરબાનો ઉદ્ભવ થયો.
ગરબામાં ભાવની વિશિષ્ટતા કરતાં વર્ણન ચમત્કાર મહિમા મહત્વનું સ્થાન ધરાવે છે તેમાં મંગળાચરણ ઇષ્ટદેવની સ્તુતિ અને ફળ શ્રુતિના ઉલ્લેખ થાય છે. ગરબાના ઉદ્ભવ અંગે મત-મતાંતર પ્રવર્તે છે તેમ છતાં ગરબા ગાવાની પ્રથા જૂની છે એમ સૌ કોઈ સ્વીકારે છે. ગરબા માટે કવિ વલ્લભમેવાડાનું નામ પ્રચલિત છે. ત્યાર પહેલાં કવિ ભાણાદાસની પંક્તિમાં ગરબાનો સંદર્ભ મળે છે.
જોગિ જોગમાયા ગરખું રચી”
૨. ગરબી ટૂંકી અને ભક્તિ ભાવ પ્રધાન રચના છે. ક.મા. મુનશી જણાવે છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International