________________
૨૨૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
અભિનવ દીપકએ પ્રભુ, પૂજા માગો હેવ,
અજ્ઞાન તિમિર જે અનાદિનું ટાળો દેવાધિદેવ ॥૨॥ (રૂપવિજયજી)
જગ પ્રદીપ પુર દીપે શુભ, કરતાં ભાવો એહ ।
અવરાણું જે અનાદિનું, જ્ઞાન લક્ષ નિજ જેહ, IlI (પંડિત ઉત્તમવિજય)
પંચમ પૂજા જિન તણી, પંચમી ગતિ દાતાર,
દીપસે પ્રભુ પૂજિયે, પામીયે કેવલ આર. ॥૪॥ (આત્મારામજી)
આરતી પાંચ વાટની છે. આ પાંચ વાટ પંચજ્ઞાન, એટલે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એમ સમજવાનું છે. મંગલ દીવો એક વાટનો છે. તેનો અર્થ આત્માના જ્યોતિર્મય સ્વરૂપનો છે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ થાય અને સ્વસ્વરૂપ પ્રાપ્ત થાય તેનું પ્રતીક મંગલદીવાની જ્યોત છે. મંગલ કાર્યની પૂર્ણાહુતિ નિમિત્તે તેમજ જીવનમાં મંગલ થાય તે માટે સાયં-પ્રાતઃ આરતી ઉતારવાની ક્રિયા જિનમંદિરમાં પ્રતિદિન થાય છે.
આચાર્ય શીલચન્દ્રસૂરિ આરતીના સંદર્ભ વિશે નીચે પ્રમાણે જણાવે છે.
અર્હત્ મહાપૂજન વિધિ, ‘આચાર દિનકર’ જેવા સંસ્કૃત ગ્રંથોમાં આરતી વિશે પાઠ મળે છે. આ પાઠ બોલ્યા પછી આરતી મંગલ દીવો ઉતારવામાં આવે છે. ‘આરાત્રિક’ ત્રિકાળ પૂજાના અંતિમ અનુષ્ઠાનરૂપ સ્થાન ધરાવે છે. જો અનુષ્ઠાનને અંતે આરતી કરવામાં ન આવે તો તે અનુષ્ઠાન અપૂર્ણ છે. પ્રભુ જ્ઞાન પ્રકાશાત્મા છે એટલે પાંચ વાટની આરતી ઉતારવામાં આવે છે અને મંગલ દીવો શુભ શુકન મંગલરૂપે ઉતારાય છે.
Jain Education International
સંસ્કૃત ભાષાની અપ્રગટ કૃતિ ‘ઋષભતર્પણ’માં આરતીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. આ હસ્તપ્રત ૧૭મી સદીની છે તેમાં કર્તાનો કોઈ ઉલ્લેખ નથી. એક કાળ ચક્રમાં ૨૪ તીર્થંકરો થાય છે. તીર્થંકર ભગવાનનાં પાંચ કલ્યાણકમાં જેવી કલ્યાણકની ઉજવણી રાજવી વૈભવથી સ્વર્ગમાં ૨હેલા દિવ-દેવીઓ મેરુ પર્વત ઉપર જઈને ઉજવે છે. પ્રભુનો વિધિવત્ અભિષેક કર્યા પછી આરતી-મંગલ દીવો કરે છે અને પછી નંદીશ્વર દ્વીપમાં જઈને મહોત્સવ કરે છે. સ્નાત્રપૂજામાં પુષ્પાદિક પૂજાને છાંટી કરી કેસરરંગ સાથે મંગળ-દીવો આરતી કરતાં, સુસ્વર જય જય બોલ' આરતી-મંગલ દીપકની પ્રાચીનતામાં કોઈ સંશય નથી.
સંદર્ભ : બૃહદ્ આરતી સંગ્રહ
:
મંગલ દીવો
કવિ દેપાલે મંગલ દીવાની રચના કરીને કુમારપાળ મહારાજાએ અપૂર્વ ભક્તિભાવથી આરતી ઉતારી હતી તેનો ઉલ્લેખ કર્યો છે મંગલ દીવો શુભ શુકન સમાન છે અને તે વ્યક્તિ અને સંઘનું સર્વ રીતે મંગલ કરે છે. ‘ચારો મંગલ ચાર'માં કવિએ પ્રભુની દ્રવ્ય એ ભાવપૂજાનો મિતાક્ષરી સંદર્ભ દર્શાવ્યો છે. ‘‘ચોથે મંગલ પ્રભુ ગુણ ગાઉં, નાચું જોઈ જોઈ કાર'' સકળચંદ
For Private & Personal Use Only
www.jainelibrary.org