________________
પ્રકરણ-૩
૨૨૭
નિઃશેષપણે શોભતી દર્શાવવો દેખાડવો એમ થાય છે. આરતી ચક્રકારે ફેરવીને દેવનું નખશિખ દર્શન કરવાની ક્રિયા પણ છે. આરતી અને તેના ફળે વિશે સંસ્કૃતમાં માહિતી પ્રાપ્ત થાય છે. નીરાબનં ચ ય પક્ષેત્ કરાભ્યાં ચ પ્રવન્દતે । કુલ કોટિ સમુદ્રધૃત્યયાતિ વિષ્ણોઃ પરં પદમ્ ॥
ધૂપ કરવાની અને આરતી કરવાની ક્રિયાઓને જે જુએ છે અને બન્ને હાથે પ્રણામ કરી આસકા લે છે તે પોતાના કુળની કરોડ પેઢીનો ઉદ્ધાર કરે છે અને ભગવાન વિષ્ણુના પરમપદને પામે છે.
આરતીમાં પાંચ દીવેટ છે એટલે ‘પંચદીપક-દીવો' શબ્દ પ્રયોગ થાય છે.
પંચ દીવો પ્રગટ કરી, જિનવર અંગ સુવાસ જિન આરતી ઉતારતાં, ભવ સંકટ નિત જાય. આરતી ‘કપૂર' દ્વારા સુરભિ યુક્ત બનાવવામાં આવે છે. આરતી ચરણથી શરૂ કરીને મુખ સુધી લઈ જવામાં આવે છે.
વૈદિક ઉપાસનામાં આરતી-ની ક્રિયા મંત્રોચ્ચાર સહિત થાય છે. આરતી પછી મંગલ દીવો ઉતારવામાં આવે છે. મંગલદીપક મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરવાના પ્રતીક સમાન આત્માના જ્યોર્તિમય સ્વરૂપનું પણ વિશિષ્ટ પ્રતીક છે. મંગલદીપકથી ‘આત્મવીોમવ' એમ સમજવાનું છે. સંસ્કૃતમાં દીપ જ્યોત વિશે નીચેનો શ્લોક પ્રાપ્ત થાય છે.
શુભં કરોત કલ્યાણમ્ આરોગ્ય ધનસંપદઃ । શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે ॥
અહીં દીવાની જ્યોતને સંબોધીને કહ્યું છે કે શુભકર કલ્યાણ કર આરોગ્ય અને ધન સંપત્તિ આપ કોઈને પણ શત્રુ માનવાની બુદ્ધિનો નાશ કરનાર તમે નમસ્કાર ઉપરાંત દીપો હસ્તુ મે પાપમ્ દીપ મારું પાપ હરી લે એવી પ્રાર્થના પણ કરવામાં આવી છે.
જૈન દર્શનમાં પ્રભુની અષ્ટપ્રકારી પૂજાનું વિધાન છે જેમાં પાંચમી દીપક પૂજા છે. તે પણ આરતીના સંદર્ભમાં વિચારવા યોગ્ય છે.
દીપકસે જિન પૂજતાં, આતમ નિર્મળ હોય, જગ દીપક પ્રગટાવવા, દીપક તણો રે ઉદ્યોત દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકા લોક
Jain Education International
પંચમી ગતિ વરવા ભણી પંચમી પૂજા રસાળ । કેવળરત્નગવેષવા ઘરિયે દીપક માળ ॥૧॥ (કવિ વીરવિજયજી)
નિશ્ચય ધન જે નિજપણું, તિરોભાવ છે જેહ, પ્રભુ મુખ દ્રવ્ય દીપક ધરી, આવિરભાવ મેહ. ||૧||
For Private & Personal Use Only
www.jainelibrary.org