________________
૨ ૨૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
પ્રભુ. ૨
દીપાળીનું પર્વ ત્યારથી, સુરપતિ કરે નર રાયા, પ્રભુ વીર દેવે રે, દિલથી હો નહીં ન્યારા, આતમરામી રે, નિશ્ચય છો મન પ્યારા. વીર વીર ચિંતવતાં ગૌતમ, કેવલ જ્ઞાનને પાયા, વીર પ્રભુનો સંવત પ્રગટયો, ઉત્સવ મહોત્સવ થાયા. જૈનધર્મ જગમાં લાવી, મહાવીર મુક્તિ સધાવ્યા, ધન્ય ધન્ય વીર પ્રભુનું જીવન, ભક્તોના મન ભાવ્યા. અતિ સંક્ષેપે પાંચ વધાવા, મહાવીર પ્રભુના ગાયા,
બુદ્ધિસાગર મહાવીર ગાતાં, જન્મ સફળ સમજાયા. સંદર્ભ :
કવિરાજ દીપવિજય મહાવીર પા. ૧૦૬ ગુરુભક્તિ ગહુંલી સંગ્રહ પા. ૧૦૬ ગહ્લી સંગ્રહ ભાગ-૨ પા. ૫૦
પ્રભુ. ૩
પ્રભુ. ૪
૩૦. આરતી : સ્વરૂપ સંસ્કૃત ભાષાના “મારાત્રિ' શબ્દ અને પ્રાકૃતમાં ‘મારતિય' શબ્દ ઉપરથી આરતી શબ્દ રચાયો છે. એને મારર્તિ અને “વીરાંગન' નામથી ઓળખવામાં આવે છે. મરાઠી ભાષામાં નામનો અંત્યાક્ષરો વ્હસ્ય હોય તો તે દીર્ધ બને છે તે રીતે આરતી શબ્દ ગુજરાતીમાં પ્રચલિત છે.
આરતી એટલે દેવ કે ગુરુ મૂર્તિ સમક્ષ ઘીની વાટ બનાવીને પ્રગટાવીને ચક્રાકારે ફેરવવાની ક્રિયા. આરતીમાં ઇષ્ટદેવનું સ્વરૂપ મહિમા પ્રભાવ, દિવ્યશક્તિ, પરાક્રમ આદિના વિચારો પદ્યમાં સ્થાન પામે છે. તદુપરાંત ભક્તની આદ્ર ભાવના મનોકામના પૂર્તિનો પણ ઉલ્લેખ થાય છે.
આરતી ભક્તિમાર્ગની ઉપાસનાનું એક લોકપ્રિય અને અતિ પ્રચલિત સમૂહમાં ગવાતું ઘંટનાદના બુલંદ ધ્વનિથી ગુંજરાવ કરતું વિશિષ્ટ પ્રકારનું ગીત કાવ્ય છે.
આરતી શબ્દ “આકરતિ'નો બનેલો છે. રતિનો અર્થ પ્રીતિ થાય છે. ‘આ’ નો અર્થ ચારે તરફથી બધી બાજુથી આવવું. ભાવિક ભક્તો આરતી ટાણે સમૂહમાં અવશ્ય એકત્ર થઈને આરતી ગાઈને ભક્તિનો લ્હાવો લે છે. આરતીનો અન્ય અર્થ નિવૃત્તિ એટલે પૂજા વિધિ કે અન્ય ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ થાય છે તેનું સૂચન કરે છે. સંસ્કૃતમાં આરતીનો અર્થ દુ:ખ પીડા, શોક, ક્લેશ, દર્દ, ચિંતા આદિનો નાશ થવો. એમ જાણવા મળે છે. આરતી ઉતારવી એટલે ઇષ્ટદેવના પ્રીતિપાત્ર બનીને એમની અસીમ કૃપાના ફળની પ્રાપ્તિ થવી એવી સાત્વિક ભક્તિ ભાવનાવાળી ક્રિયા છે. મરાઠી ભાષામાં નીરાંજન શબ્દ આરતીનો પર્યાયવાચી છે તેનો અર્થ ઈષ્ટદેવની મૂર્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org