________________
પ્રકરણ-૨
- ૧૭૧ અત્યંત ધર્માનુરાગી એવા શ્રેષ્ઠીનો પુત્ર કમલ પિતાથી તદ્દન વિપરીત પ્રકૃતિનો છે. તે ઉદ્ધાંત, ઉશ્રુંખલ અને નાસ્તિક છે. આ નગરમાં પધારેલા જૈનાચાર્યો આ કમલને શાસ્ત્રકથિત સીધો સદુપદેશ આપવાનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. પણ થોડા સમય પછી પધારેલા એક સાધુએ કમલને સીધો ઉપદેશ આપવાને બદલે કેવળ સિદ્ધાંતચર્ચા કરવાને બદલે શ્રેષ્ઠીપુત્રની રગ અને મન સ્થિતિ પારખી લઈને કથાની માંગણી કરી. કમલને એમાં રસ પડ્યો અને રોજેરોજ એ ગુરુ પાસે આવવા લાગ્યો. ગુરુ રોજ શ્રેષ્ઠી પુત્રને રોજ એકેક કથા સંભળાવે છે. આમ ૩૪ દિવસ સુધી સળંગ ૩૪ કથાઓ કહીને ગુરુ આ શ્રેષ્ઠીપુત્રને ધર્માભિમુખ કરે છે. આ છે આ પદ્યવાર્તાનો મુખ્ય કથાદોર.
આ ૩૪ કથાઓની વિશેષતા એ છે કે કૃતિના શીર્ષકમાં નિર્દેશિત થયું છે એ પ્રમાણે એ બધી હાસ્ય-વિનોદ રસિક કથાઓ છે. એમાં બુદ્ધિચાતુરીની કથાઓનો પણ સમાવેશ થઈ જાય છે. અહીં જે બુદ્ધિચાતુર્યની કથાઓ ઉપલબ્ધ છે તેનો આધારસ્રોત હરિભદ્રસૂરિના ‘ઉપદેશપદ' ગ્રંથમાં તેમજ મલયગિરિ કૃત “નંદી-અધ્યયન વૃત્તિમાં મળે છે. આ ગ્રંથોમાં બુદ્ધિના ચાર ભેદ દર્શાવાયા છે. ઔત્યત્રિકી, વૈનયિકી, કાર્મિક અને પારિણામિકી બુદ્ધિ. એનાં દૃષ્ટાંત તરીકે તે ગ્રંથોમાં અપાયેલી કથાઓ પૈકીની ૯ કથાઓ આ “વિનોદચોત્રીસી'માં પદ્ય સ્વરૂપે છે.
અહીં માણસની મૂર્ખાઈની, ગમારપણાની, અલ્પબુદ્ધિની કથાઓ છે. અવગુણી વ્યક્તિના બૂરા અંજામની કથાઓ છે. ભાગ્યહીન માનવીઓની કથાઓ છે. આ બધી કથાઓ હાસ્યરસે રસિત છે.
અહીં કેટલાક સમાન કથાઘટકો જોવા મળે છે. જેવા કે (૧) દેવદેવીની આરાધના દ્વારા ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ, (૨) ચિતાસ્નાન, (૩) અપર માતાનો સાવકા પુત્ર સાથેનો વ્યવહાર, (૪) કોઈ વિવાદ સંદર્ભે રાજા કે મંત્રી દ્વારા તોળાતો ન્યાય, (પ) સાસુ પ્રત્યે પુત્રવધૂનો અજુગતો વ્યવહાર, (૬) કુશીલ-કર્કશા સ્ત્રીનો પતિ પ્રત્યેનો દુર્વ્યવહાર, (૭) વેશ્યા અને ધૂર્તવિદ્યામાં એની નિપુણતા.
ઉપર જણાવ્યા પ્રમાણેનું કથાવસ્તુ અને કથાઘટકોને લઈને એની પાત્રસૃષ્ટિ પણ વૈવિધ્યપૂર્ણ છે. રાજા-રંક, ચતુરજનો-મૂખું, ગૃહિણીઓ-વેશ્યાઓ, યુવાનો-વૃદ્ધો, સાસુ-વહુ, જ્ઞાની સાધુઓ-વેશધારી જોગીઓ, દેવદેવીઓ અને એના આરાધકો, વણિક શ્રેષ્ઠીઓ અને બ્રાહ્મણ પંડિતો. આમ ભાતીગળ પાત્રસૃષ્ટિ અહીં સર્જાઈ છે.
આ ગ્રંથમાં સંસ્કૃત, પ્રાકૃત અને મધ્ય ગુજરાતી સુભાષિતો પણ મોટા પ્રમાણમાં કવિએ આપ્યાં છે. જેમકે –
“નદી જિહવાઈ એકલી હોઈ, તેહનું નીર પીઈ સહુ કોઈ,
સમુદ્રમાંથી મળી જેતલઈ, અથય ઉદક હૂઉ તેતલઈ.” અહીં ગુણીજન નિર્ગુણી પાસે જાય છે ત્યારે એના ગુણો પણ દોષ બની જાય છે એની વાત માર્મિકપણે કહેવાય છે. છળકપટ આચરતાં માનવીઓ માટે કવિ કહે છે–
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org