________________
પ્રકરણ-૩
૨૧૯
પરમાત્મા સાથે એકાગ્રતા સાધવાની સ્વદોષ દર્શન નિરૂપણ કરીને સ્વામી સેવકના સંબંધથી ઉદ્ધાર કરવાની શરણાગતિ સ્વીકારીને સમર્પણ ભાવથી ભક્તિરસમાં લયલીન બની પરમાત્મામય બનવાની અનેરી લિજ્જત સાધવાની અનુભૂતિ છે. આવા હેતુથી ભક્તોએ પ્રભુકાય બનીને સ્તવનો રચાયાં છે. તેમાં ચોવીશી રચના મહત્વનું સ્થાન ધરાવે છે. આ ચોવીશીમાં ભક્તિના વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે. તેમાં કવિઓની લલિત મંજુલ પદાવલીઓ કેન્દ્રસ્થાને છે. ચોવીશીની રચના ભક્તિ પ્રધાન જ્ઞાનપ્રધાન અને ચરિત્રાત્મક એમ પ્રકારની છે. પ્રભુ પ્રત્યેની ભક્તિ માટે જ્ઞાન પણ અનિવાર્ય છે. પ્રભુના જીવનના પ્રસંગો ચરિત્રાત્મક સ્વરૂપે જીવનમાં સ્થાન પામ્યા છે. તેમાંથી પરોક્ષ રીતે પ્રભુનો જ પરિચય થાય છે. એ પરિચય કે જ્ઞાન ભક્તિને સમૃદ્ધ કરવામાં મહાન નિમિત્તરૂપ બને છે.
આગમ ગ્રંથોમાં ભક્તિનું મૂળ સ્વરૂપ જોવા મળે છે. સંસ્કૃત અને પ્રાકૃતમાં ભક્તિ પ્રધાન કૃતિઓ છે. આ વિચારને મધ્યકાલીન સમયમાં સાધુકવિઓએ ભક્તિમાર્ગના પ્રવાહની સાથે રસસભર કાવ્યો રચયાં તે સ્તવન પ્રકારનાં છે. ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય નામનો મહાનિબંધ ડૉ. અજયદોશીએ પ્રગટ કર્યો છે. તેમાંથી વિશેષ માહિતી પ્રાપ્ત થાય તેમ છે. ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય. પા. ૨૫.
ઢાળિયાં ઢાળિયાં'ની રચના બે પ્રકારની પ્રાપ્ત થાય છે. ૧. ઢાળ બદ્ધ સ્તવન અને સઝાયની કૃતિઓ. ૨. પ્રતિષ્ઠા અંજનશલાકા તીર્થ મહિમા દર્શનનાં ઢાળિયાં. ઉપરોક્ત બે પ્રકારની કૃતિઓનો પરિચ. અત્રે આપવામાં આવ્યો છે.
ઢાળ ‘ઢાળ' દેશીનો એક પ્રકાર છે. ઢાળ એટલે તfપર ગાવાની પદ્ધતિવાળી કાવ્ય રચના દીર્ઘ કાવ્યોમાં વસ્તુવિભાજન માટે “ઢાળ' શબ્દ પ્રયોગ થાય છે. તાલબદ્ધ અને રાગયુક્ત ગાવાની પદ્ધતિવાળી રચના એ ઢાળ કહેવાય છે.
ઢાળિયાં ઢાળ બદ્ધ રચનાઓ સ્તવન અને સઝાય પ્રકારમાં વિશેષ પ્રાપ્ત થાય છે. સઝાય પ્રકારની કૃતિઓ એક કરતાં વધુ ઢાળમાં રચાયેલી છે તેના નામ કરણમાં ઢાળનો ઉલ્લેખ થયો છે. દા.ત.
| ઋષિ મૂળચંદજીએ દવાનું દ્રિઢાલિયુંની રચના સંવત ૧૮૮૫માં ગોંડવના ચાતુર્માસમાં કરી છે. મુનિએ સંવત ૧૬૬ ૨માં સાંગાનેર ગામમાં ફાગણ સુદ-છઠને સોમવારે “ગજસુકુમાલના ત્રાઢાલિયા''ની રચના કરી છે. ચાંમુત્તાકુમારનું ત્રિઢાલિયુંની રચના કવિ ક્ષમા કલ્યાણની પ્રાપ્ત થાય છે.
‘‘ઝાંઝરિયા મુનિનું ચોઢાલિયું”ની રચના ભાવરત્ન મુનિએ સં. ૧૭પ૬ અષાઢ સુદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org