________________
૨૧૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા આ રચનાઓ ઉપરથી સમજી શકાય છે. આવી રચનાઓ અનેક કવિઓ દ્વારા થઈ છે. તેમાં આત્મા આત્મસ્વરૂપ કર્મમોક્ષ પ્રાપ્તિનો માર્ગ વગેરેનું વર્ણન ઉપરાંત ધાર્મિક વહેવારોની વિગતો વિસ્તારથી રજૂ કરવામાં આવે છે. આ રચનાઓમાં મધ્યકાલીન કાવ્ય પરંપરાનાં મંગલા ચરણ ઢાળમાં કથા વસ્તુનું વિભાજન વર્ણન રચના ઢાળ ફળશ્રુતિ વગેરે લક્ષણો સાથે સામ્ય ધરાવે છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેટલી લોકપ્રિયતા આખ્યાન કાવ્યોની હતી તેટલી જ લોકપ્રિયતા જૈન સાહિત્યમાં ઢાળિયાની છે. ઢાળિયાંને લઘુ આખ્યાન સ્વરૂપે જોઈએ તો પણ વધુ પડતું નથી.
સ્તવનમાં ઓછામાં ઓછી પાંચ કડીની મર્યાદા છે. પાંચથી વધુ કડીનાં સ્તવનો પણ રચાયાં છે. તેનો આધાર કવિ અને સ્તવનના વિષય પર રહેલો છે. સ્તવન પદ સાથે સામ્ય ધરાવે છે. વિષય અને અભિવ્યક્તિની દષ્ટિએ સામ્યતા લાગે છે. પણ પદમાં ઓછામાં ઓછી ત્રણ કડીની મર્યાદા છે. બન્નેમાં ભાવ ભક્તિ અને ઉર્મિ જેવાં તત્ત્વો રહેલાં છે. કેટલાંક સ્તવનો ઢાળ બદ્ધ રચાયાં છે. આ પ્રકારનાં સ્તવનમાં પ્રસંગ કે વિષયને અનુલક્ષીને વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે. એટલે ઢાળ બદ્ધ સ્તવનો માહિતી પ્રચુર અને વર્ણન પ્રધાન છે. તે ખંડકાવ્ય સાથે પણ સરખાવી શકાય છે. તેનો આરંભ દુહાથી થાય છે જેમાં ઈષ્ટ દેવ-ગુરુ અને સરસ્વતીની સ્તુતિ કરીને વિષય વસ્તુનો નિર્દેશ કરવામાં આવે છે. દા.ત. મહાવીર સ્વામીના સતાવીશ ભવભવના સ્તવનના દુહા જોઈએ તો શ્રી શુભવિજય સુગુરુ નમું નમી પદ્માવતી માય.
ભવ સતાવીશ વર્ણવું સુણતાં સમતિ થાય.
ઢાળ વસ્તુ વિભાજન કરવામાં આવે છે. એટલે પ્રસંગ-વર્ણન અને વિષયને અનુરૂપ વિગતો લયબદ્ધ રીતે રજૂ કરવામાં આવે છે. સ્તવનમાં કેટલી ઢાળ કોપ તેનો કોઈ નિયમ નથી ઢાળની સંખ્યાએ કવિ કર્મનો વિષય છે. ઢાળમાં ગેય દેશીઓનો પ્રયોગ થવાથી રસિકતા અને વાસણમાં નિમગ્નતા તલ્લીનતા સધાય છે.
ઢાળબદ્ધ સ્તવનમાં “કળશ” રચના સ્તવનની પૂર્ણતા સૂચવે છે. તેમાં ગુરુ પરંપરા વર્ષમહિનો તિથિ સ્થળ વગેરેની સંક્ષિપ્ત માહિતી હોય છે.
ચોવીશી સ્તવન ભક્તિ માર્ગન લોક પ્રિયતાનું પ્રતીક સ્તવન કાવ્ય પ્રકારમાં નિહાળી શકાય છે. ઢાળ બદ્ધ સ્તવનો ઉપરાંત સ્તવન ચોવીશીની રચનાઓથી આ પ્રકાર અત્યંત સમૃદ્ધ છે. ચોવીશી શબ્દ ઉપરથી ૨૪ સ્તવનો અર્થ નોંધ થાય છે. એટલે આ પ્રકારના સ્તવનો પ્રથમ તીર્થંકર રૂષભદેવથી મહાવીરસ્વામી સુધીનાં સ્તવનોની રચના છે. કવિ સમયસુંદર કવિમાન વિજય કવિજ્ઞાન વિમલસૂરિ મોહનવિજયજી વાચક મુક્તિ સૌભાગ્ય ગણિની ચોવીશીનો સમાવેશ થાય છે. ચોવીશી શબ્દના મૂળમાં ભાષાનો ચતુર્વિશતિસ્તવ શબ્દ છે. તેમાં ૨૪ તીર્થકરોનો સંદર્ભ છે. ભક્ત હૃદયની ભક્તિભાવનાના પરમાત્માના દર્શનની પરમાત્મા સ્વરૂપ જાણવાની આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org