________________
૨ ૨૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૨ના રોજ કરી છે.
કલાવતીનું ચોઢાલિયું મુનિ માનસિહે ભુજમાં સં. ૧૮૩૫ના શ્રાવણ સુદ-૫ ના રોજ રચ્યું છે.
મેઘકુમારનું ચોઢલિયું કવિ જાદજી મુનિ અજ્ઞાત કવિ કૃત શ્રી પુંડરિક કંડરરિક ચોઢળિયું.
રૂષિ રાયચંદે સં. ૧૮૪૦ના નાગોરના ચોમાસામાં મહાવીર સ્વામીના ચોઢાળિયાની રચના કરી છે. શ્રી કીર્તિવિજય ઉપા. પાંચ સમવાયનું “ષટ ઢાલિયું રચ્યું છે.
શ્રી માલ મુનિએ અંજારમાં નિવાસ દરમિયાન સં. ૧૮૫૫ના જેઠમાસમાં એલાચીકુમારનું છ ઢાલિયું રચ્યું છે.
કવિ સહજસુંદરે મહાવીર સ્વામીના પંચ કલ્યાણના ચોઢાલિયાની રચના સંવત ૧૭૮૧માં સુરતના ચોમાસામાં કરી છે.
કવિ પંડિત વીર વિજયજીએ મહાવીર સ્વામીના સત્તાવીશ ભવના પંચઢાલિયાની રચના સં. ૧૯૦૦ના શ્રાવણ સુદ પૂર્ણિમાએ કરી છે. કવિ સમયસુંદરે દાન, શીલ, તપ અને ભાવનું પંચઢાળિયું રચ્યું છે.
શ્રી ઇષકાર અને કમલાવતીનું ષટઢાલિયું માલમુનિએ સં. ૧૮૫૫ના જેઠ વદ-૩ને દિવસે રચ્યું છે.
ઢાળિયાની રચનાઓ મોટે ભાગે સઝાય પ્રકારની છે. મહાવીરસ્વામીના ઢાળિયાની રચના સ્તવન તરીકે પ્રાપ્ત થાય છે. સ્તવન પ્રકારનાં ઢાળિયાં ભક્તિ પ્રધાન છે. સજઝાય પ્રકારનાં ઢાળિયા ત્યાગ-વૈરાગ્ય અને ધર્મ પુરુષાર્થથી મોક્ષ સિદ્ધિના મૂર્તિમંત ઉદાહરણરૂપે પ્રેરક છે.
સંદર્ભ જૈન સઝાય ભાગ- ૧-૨
૧. ઢાળિયાં એ વર્ણન પ્રધાન રચના છે. તેમાં તીર્થંકર ભગવાનના કલ્યાણક ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવ અને અન્ય પ્રસંગોનું વર્ણન પણ કેન્દ્રસ્થાને હોય છે. ઢાળ બદ્ધ રચના હોવાથી ‘ઢાળિયાં'નામ પ્રચલિત થયું છે. કવિ પંડિત વીરવિજયજીએ ગોડીજી પાર્શ્વનાથનાં ઢાળિયાની રચના ખંભાત નગરમાં સંવત ૧૮૫૩ના જેઠ સુદ-૫ના દિવસે કરી હતી. તેમાં ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા કેન્દ્ર સ્થાને છે. ૨. ગોડી પાર્શ્વનાથ અથવા મેઘા કાજલનાં ઢાળિયાં
આ સ્તવનનું મૂળનામ ગોડી પાર્શ્વનાથનાં ઢાળિયાં છે. તેમાં મેઘાશા અને કાજલશાના જીવન પ્રસંગો કેન્દ્રસ્થાને હોવાથી એનું બીજું નામ મેઘા કાજલના ઢાળિયાં આપવામાં આવ્યું છે. કવિની આ રચનામાં ગોડીજી પાર્શ્વનાથનો મહિમા તથા ચમત્કારો વર્ણવ્યાં છે.
આ ઢાળિયાનું કથાવસ્તુ ૧૭ ઢાળમાં ક્રમિક રીતે વિભાજિત થયેલું છે. પરંપરાગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org