________________
પ્રકરણ-૩
૨ ૨ ૧
પદ્ધતિનું મંગલાચરણ પાર્શ્વનાથ ભગવાનનો મિતાક્ષરી પરિચય તુર્ક જાતિના માણસને પાટણમાંથી પ્રાપ્ત થતી મૂર્તિ યક્ષનું સ્વપ્ન મેઘાશા અને કાજલશાનો ભાગીદારીમાં ધંધો મેઘાશાએ તુર્ક પાસેથી પાર્શ્વનાથની મૂર્તિ ૫૦૦ ટકામાં મેળવી સાળા બનેવીનો ભાગીદારીનો હિસાબ મેઘાશાની ધન વૈભવમાં દિન પ્રતિદિન વૃદ્ધિ ગોડી પાર્શ્વનાથના જિનમંદિરની રચના કાજલશાની ઇર્ષ્યા કાજલશાને ત્યાં દીકરીના લગ્ન પ્રસંગે મેઘાશાનું પ્રયાણ કાજલશાની કપટી ચાલ નામેથી વિષ મિશ્રિત દૂધનું પાન કરવાથી મેઘાશાનું અવસાન કાજશાએ બહેનને આપેલું આશ્વાસન જિનમંદિરનું કાર્ય પૂર્ણ કરવાના પ્રયત્નોની નિષ્ફળતા મોઘાશાના દીકરા મહેરાશાને ચક્ષુના સ્વપ્નથી મામાના કપટની માહિતી પ્રાપ્ત થવ મહેરશાના હસ્તે મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થવું અને ગોડી પાર્શ્વનાથની મૂર્તિનો મહિમા નિરુપણ કરતી પંક્તિઓ ઘણીના દાણ ભાગવાના પ્રસંગે ઊંટની સંખ્યાનો હિસાબ મળવો વગેરે પ્રસંગોનું કવિએ આલેખન કર્યું છે. આ ઢાળિયા એક પટકથા તરીકે આજે પણ રસિક આસ્વાદ કરાવે તેમ છે.
- ગોડી પાર્શ્વનાથનાં ઢાળિયાની રચનાનો સમય સ્થળ, ગુરુ પરંપરા અને કવિના નામનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે.
તસ કપૂર્વિજય શિષય જો ખીમાવિજય મુનીશો છે, જશ વિજય ગુણે ગંભીરજ શુભ વિજય સુરત ભરોજો. lલા તસ ચરણ તણે સુપ સાથે તંબાવતીપુર થાપજો, ગરબાની દેશી માહિં જો સ્તવન રચીયું ઉત્સાહ જો. ૧ના પાવક મણરણ કસ ચંદોજો સંપત શોલ સુખકંદોજો,
વળી માસચું જેઠી ઉદારમેં ગીત પંચમી શશી વારજો. ૧૧
આ રીતે ગોડીજી પાર્શ્વનાથની મૂર્તિની ઐતિહાસિક માહિતી આપ તો ઢાળિયાંની રચનાને પ્રસંગ કાવ્ય તરીકે સ્થાન આપી શકાય તેમ છે. ગેય દેશીઓના પ્રયોગથી રચના રસિક બની છે.
અન્ય રચનાઓની સમાન ૧૪મી ઢાળમાં ગુરુ પરંપરા અને ઢાળિયાં રચનાનો સમય સંવત ૧૮૫૩માં જેઠ સુદ પાંચમને સોમવારનો છે. તંબાવતી નગરીમાં રચનાને અંતે કળશમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાના મિશ્રણવાળી એક ગાથામાં ગોડીજીનો મહિમા અને ઓશવાલ શ્રાવકોના કહેવાથી રચના કરી છે. એમ જણાવ્યું છે. ફળશ્રુતિ :
ગોડી પાર્શ્વનાથનો મહિમાં દર્શાવતાં કવિ જણાવે છે કે મનવંછિત પૂર્ણ થાય સંતાપ દૂર થાય નિર્ધનને ધન મળે નિરાધારને આધાર મળે અપુત્રવાનને પુત્રવાન બનાવે છે. કાયરને શૂરવીર બનાવે છે. ને ગરીબની ગરીબાઈ દૂર કરે છે. ગોડીજીના ધ્યાન અને પૂજનથી અનુસરણ વીરવિજયજોની રચનાઓમાં થયેલું છે. તદઉપરાંત ફળશ્રુતિનો અંતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org