________________
પ્રકરણ-૨
૨
૩
કરની આંગળીયો દીપે જેમ તારો, કંઠે તો શોભે નવસરો હારો, કા ને કુંડળ ઝાલ ઝબૂકે પગે નેવરી રણજણ રણકે. || ૨૪ ..
હાલતી જાણે હાથણી દીસે, પ્રભુની જોડી તો બની સરીસે,
પાંચ પ્રકારે સુખ સંસાર ભોગ સંયોગ વિવિદ્ અપારાઃ || ૨૫ ||”, કવિ ઉદયરત્નની “શાલિભદ્રનો શલોકો' રચના સં. ૧૭૭૦ માગશર સુદ તેરસના રોજે થયેલી છે. ૬૬ કડીની આ રચનાનો આરંભ સરસ્વતી વંદનાથી થયેલો છે.
શાલિભદ્ર અપૂર્વ સમૃદ્ધિનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે તે પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રેણિક રાજાને શાલિભદ્રના મહેલ અને વૈભવના દર્શનથી આશ્ચર્ય થાય છે તેની અભિવ્યક્તિ કરતાં કવિ જણાવે છે કે :
“મહેલની રચના જોતાં મહાશય, અચિરજ પામીને મનસુ અકળાય, અહો અહો હું શું અમરાપુર આયો. ભાંતિયે ભૂલ્યોને ભેદ ન પાયો.
જિજા તિમ કરીને બીજી ભૂઈ જાય, ત્રીજે માળે તો દિગમૂઢ થાય,
જોયે ઉંચું તો નયણને જોડી, જાણે કે ઉગ્યા સૂરજ કોડી.” આ રીતે લોકોની રચનાથી પણ એમ લાગે છે કે, પ્રબંધ, પવાડા, શલોકો વગેરે એકબીજાની નજીક છે. જૈન અને જૈનેતર સાહિત્યમાં પવાડા અને શલોકોની સંખ્યા વિશેષ છે. આ અંગે સંશોધન કરવામાં આવે તો તેનાથી સાહિત્ય તત્ત્વના આ સ્વરૂપ દ્વારા કેવી માવજત કરવામાં આવી છે તે વિશે વધુ પ્રકાશ પાડી શકાય તેમ છે. જૈન સાહિત્યના કવિઓની કાવ્ય સ્વરૂપની વિવિધતાનો નમૂનો ઉપરોક્ત કાવ્ય પ્રકાર છે. ધાર્મિક કથા વસ્તુનો સંદર્ભમાં પણ કવિત્વ શક્તિનો પરિચય કરાવતી પવાડા-શલોકોની રચના આપણાં મધ્યકાલીન સાહિત્યના વૈવિધ્યપૂર્ણ વારસાનો નમૂનો છે. ૪. વિદ્યાવિલાસ પવાડ
પવાડો-પવાડુ એટલે વીર પ્રશસ્તિ ગીત. તેમાં મુખ્યત્વે ચોપાઈ બંધ હોય છે. અવારનવાર અલ્પ સંખ્યામાં દુહા અને અન્ય છંદનો પણ પ્રયોગ થાય છે. અસાઈતની “હંસાઉલી કવિ ભીમનું “સઈયવત્સ વીર પ્રબંધ' એ પવાડો પ્રકારની કૃતિઓ છે.
વિદ્યાવિલાસ પવાડુની કવિ હારાણાંદરસૂરિએ ઈ. સ. ૧૪૨૯માં રચના કરી છે. તેમાં વિદ્યાવિલાસ નામના વીર રાજાનું પ્રશસ્તિ સભર ચરિત્ર છે. તેનું ઈ. સ. ૧૨૨૯માં રચાયેલા મલ્લિનાથ કાવ્યમાં છે. તેમાં મૂર્ખ ચટ્ટ અને વિનયચંદની ઉપકથાનો આધાર લેવામાં આવ્યો છે. પવાડુમાં વિદ્યાવિલાસ પુરુષને વિદ્યા વિલાસની તરીકે કલ્પના કરી છે. પ્રધાનપુત્રી રાજકુંવરીને પરણાવેલા વિનયચટ્ટની વિદ્યા, પ્રતિષ્ઠા અને રાજકુંવરીના સાચા પ્રેમની સંપ્રાપ્તિમાં સૌભાગ્યને વર્ણવતી કથા મહત્વની છે. તેમાં નાયક કરતાં નાયિકાનું પાત્ર વધુ તેજસ્વી બન્યું છે. ૫. વંકચૂલ પવાડો
વિરાટ દેશના પેઢાલપુર નગરના રાજાને પુષ્પચૂલ અને પુષ્પચૂલા પુત્ર-પુત્રી હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org