________________
૨૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ફેરી નફરી ઘાવ જ દેતા દોડીને ચોહોડી પ્રાણ જ લેતા, રૂંબને ઝુંબે ઘૂમે ને ગાજે દેખી મુગલાને દોહોદશભાજે. ઘોડે ને છેડે પોહોડે છે પૂચ. વાઘે નાદે રમે રણશુરા,
ચીસે ને રીસે પાડે ને તાડ ધડ ડોલે ને દોદશાં વાઢે. ઝટકે ને ટકે ઉડાપા કંઈ ને કે જે સમશેરો પાઘડે જઈને, મરેઠા પૂણો ત્યાં લાખ, તેમાં રૂસ્તમની પડે છે શાખ. શામળ કહે શું વિવેક મહારા મુખમાં જિહા એક,
સાગરનું પાણી તારા ગણાય, રૂસ્તમનું જુદ્ધ પૂરું ન થાય.” શલોકાના અંતે રચના સંવત, મહિનો, તિથિ, કવિનું નામ અને ફળશ્રુતિનો ઉલ્લેખ થયો છે.
“સંવત સત્તર એકાશી જાણું માગશર વદી તેરશ પરમાણું, શામળજી બ્રાહ્મણ શ્રીગોડનાતે, બાંધ્યો “શલોકો સાંભળી વાતે. ગામ વસોએ રૂસ્તમ ગાજે, તેહના નામથી લોહબેડી ભાંજે,
સાંભળી શલોકો દાન જે કરશે, તેને આકાશથી રોજી તો મળશે.” કવિએ રંગમાં ભંગ પડવાનો છે. તેનું સૂચન અંગફુરણના ઉલ્લેખથી કર્યું છે
સિદ્ધિ બુદ્ધિ દાતાને બ્રહ્માની બેટી, બાલકુમારી વિદ્યાની પેટી, હિંસવાહન ને જગમાં વિખ્યાતા, અક્ષર આપો સરસ્વતી માતા.
નેમજી કેરો કરું શલોકો એક મન થઈને સાંભળજો લોકો.” કવિ દેવચંદે ૮૨ કડીમાં નેમનાથજીના શલોકોની રચના કરી છે. કવિ શલોકો રચનાના પ્રેરક તરીકે ઉલ્લેખ કરતા નીચે મુજબ જણાવ્યું છે.
ગામ ગાંગડના રાજા રામસિંગ, કીધો, શલોકો મનને ઉધરંગ,
મહાજનના ભાવ થકી મેં કીધો, વાંચી શલોકો સારો જશ લીધો.” તેની રચના સંવત ૧૯૦૦માં શ્રાવણ વદ પાંચમ શુક્રવારે થઈ. મુનિ રત્નવિજયજીએ તેની વિગત પણ શલોકોમાં દર્શાવી છે.
પાર્શ્વનાથના લોકોની રચના સંવત ૧૭૫૭ આસો વદ આઠમને દિવસે થઈ છે. તેમાં પાર્શ્વનાથનો મહિમા ગાવામાં આવ્યો છે. પાર્શ્વનાથના લગ્ન પ્રભાવતી સાથે કરવામાં આવે છે. તે પ્રસંગે પ્રભાવતીનું વર્ણન અલંકારયુક્ત ચિત્રાત્મક શૈલીના નમૂનારૂપ છે.
અનુક્રમે યૌવન જોરેજી આવ્યા, પ્રભાવતી કુમારી પ્રભુ પરણાવ્યા, પ્રશનજીત રાજાની કુમરી, રૂપે રૂડીને જાણીયે અમરી. ||
વદન કમળ ને નેત્ર સુગંગા, ભણત વેશે તો અંગ સુરંગા, વદન સુકોમલ બાંહ છે સારી, કટીતટી પાતળી જંઘા સફારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org