________________
પ્રકરણ-૨
પ્રબંધ ‘પવાડા' વગેરેમાં તાત્ત્વિક રીતે વિચારતાં કોઈ ભેદ નથી લાગતો.
અગરચંદજી નાહટા જણાવે છે કે રાજસ્થાની ભાષામાં ‘પાબુજીના પવાડા' વિશેષ લોકપ્રિય છે. ‘સોઢો જી રો પવાડો' રાજસ્થાન ભારતીમાં પ્રગટ થયો છે. આ સંદર્ભને આધારે પવાડોની રચના લોકપ્રચલિત કથાને આધારે અથવા તો લોકગીતોના સંદર્ભથી થઈ હોય એમ માનવામાં આવે છે. પવાડા કક્ષાની રચના સાથે સામ્ય ધરાવતી ‘શલોકા' એટલે કે ‘શ્લોક' રચના પણ થયેલી છે. કીર્તિગાથા ગાવી, કે વ્યંગમાં ટીકા કરવા માટે પણ શ્લોક શબ્દ પ્રયોગ થાય છે. સમસ્યા પ્રશ્નોત્તરના પ્રયોગથી શલોકોની રચના થાય છે. તેવા નાયકના પરાક્રમનું વર્ણન કરવામાં આવે છે. ‘રૂસ્તમનો શલોકો' અથવા ‘અભરામ કલીખાનનો શલોકો' ની રચના કવિ શામળ ભટ્ટે કરી છે. તેને પવાડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કવિએ સંવત ૧૭૮૧માં ૩૬૧ કડીની રચના દ્વારા રૂસ્તમ કુલીખાન, સુજાતખાન અને અભરામ કુલીખાન એમ ત્રણ ભાઈઓના પરાક્રમનું વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાતના ત્રેપનમાં મોગલ હાકેમ હમીદખાનના સરબુલંદખાનની પ્રેરણાથી સુજાતખાન, અભરામ કુલીનખાન અને સુરતના રૂસ્તમ કુલીખાન એ ત્રણે ભાઈઓ સાથે થયેલાં યુદ્ધો અને તેમાં છેવટે આણંદ પાસે અડાસના (ખેડા જીલ્લો) રણ સંગ્રામમાં રૂસ્તમ કુલીખાને બતાવેલાં પરાક્રમો વર્ણવેલાં છે.
આ શલોકાનો આરંભ નીચેની કડીઓ દ્વારા સમજી શકાય તેમ છે.
‘સરસ્વતી માતા તમ પાયે લાગું કહુ' સલોકો માન જ માગું, મોટા સુબાના કરું વખાણ સમજી લેજો તે ચતુર સુજાણ.
Jain Education International
દિલ્લીનો પાદશાહ એહમદશા જીવો, નવખંડમાં પ્રગટ છે દીવો, સહુમાં શિરોમણ ગુજરાત થાપી, તે તો હમીદખાનને સુબાઈ આપી. રાજ્ય ભોગવે ને કરે કલ્લોલ શહેરમાં વીત્યા મસવાડા સોલ, ગુજરાતી મુગલા ચતુર સુજાણ ત્રણ ભાઈઓનાં કરું વખાણ.
વડો તો વીણો સુજાતખાન, જેને પાદસાઈમાં અતિ ઘણાં માન, અનમી મહેવાસી જે વશ કીધા, પ્રજા પાળીને મોટા જસ લીધા. તેથી નાનેરો રૂસ્તમ કહીયે જેના જુથનો પાર ન લહીએ,
રૂપે રૂડો ને દાતાર જાણું સહુમાં શિરોમણ તેને વખાણું.
જેહેના નામથી તસ્કર ત્રાસે, દક્ષણી ગનીત સત ગાઉના હાસે, તેથી નાનેરો માડીનો જાયો. અભરામ કુલીખાન લાડકવાયો.
૨૧
યુદ્ધ વર્ણનમાં યથોચિત વીર રસ છે. તેમાંના અંર્તયમક તથા વ્યંજનોની ઝડઝમક વાણીને બલવતી બનાવે છે. ઉદાહરણ નીચે મુજબ નોંધવામાં આવ્યું છે.
ભાલા આણીવાલા બાણત્રિશૂલ ચઢ્યા વંઢે લે રાઢનું મૂળ, જેહેની તોપા શાં દોટ દોડાવે, મારે ચકચૂર ભેલ પડાવે. ભૂત ભૈરવ ત્યાં કલવાહલ કરે, આકાશ દેવ્યાખપ્પર ભેર, શૂરા પૂરા ને અણીઆલા ભાથી ઘીરા વીરાના હઠવ્યા હાથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org