________________
૨૦ -
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા રંગભર્યો તાલ જામે છે. વિવિધ નાદ સાથે દોદો સાદથી નગારૂં વાગે છે. માધુનિ એ રીતે વણા ઝણણે છે. આ પ્રસંગની વિશેષતા દર્શાવતી પંક્તિઓ નમૂનારૂપે નીચે મુજબ નોંધવામાં આવી છે.
ધાં ધાં ધામુ મધુર મૃદંગ ચચપટ ચચપટ તાલુ સુરંગ, કહ્યગનિ ધોંગનિ ધુંગા નાદિ, ગાંઈ નાગડ દો દો સાદિ. મપધુનિ પધુનિ ઝણઝણ વિણ, નિનિખુણિ જખણિ આજિલણ, વાજી ઓ ઓ મંગલ શંખ, વિધિકટ બેંકટ પાડ અસંખ. ઝાગડ દિગિદિગિસિરિ વલ્લરી, ઝુરાણ, ઝુણણ પાઉં નેઉરી,
દોં છંદહિં તિવિલ રસાલ, ધણણ ધણણે ધુમ્બુર ધમકાર. રિમઝિમ રિમઝિમ ઝિઝિમ કંસાલ, કરરિ કરરિ કરિ ઘટ પટતાલ,
ભરર ભરર સિરિ ભેરિઅ સાદ, પાયડીલ આલવીઉ નાદ.” ઉપરોક્ત પંક્તિથી પવાડાની ગેયતા અને સંગીતમય ધ્વનિનો પરિચય થાય છે.
‘પવાડા' સ્વરૂપની એક રચનાની વિગત પણ તેની લોકપ્રિયતાનું સૂચન કરે છે. સતી સદુબાઈનો “પવાડો' નામની કૃતિ આ સ્વરૂપની વિશેષતા દર્શાવે છે. અમદાવાદમાં પેશ્વાના રાજ્યકાળ દરમ્યાન કેટલાક ચાડીયા લોકોએ ચાડી ચુગલીથી ગૃહસ્થોની સ્ત્રીઓને શિરે આળ ચઢાવી હેરાન કરીને પૈસા કઢાવતા હતા. ઉત્તમ નામના એક ચાડીયાએ અમદાવાદના શાહપુર ભાટવાડાની હરિસિંગ ભાટની સ્ત્રી સદુબાઈ પર આળ ચઢાવી રાજ દરબારમાં લઈ જવા યુક્તિ કરી. ત્યારે ભાટોએ ત્રાગા કર્યા અને સદુબાઈને પહેલાં ભોગમાં વધેરી. પછી બીજા માણસો મરી ગયા. પરિણામે નગરજનોએ પેશ્વાની કચેરીમાં ફરિયાદ કરીને ચાડીયાઓને શિક્ષા કરાવી. સદુબાઈને સતી ગણી માનતા, બાધા રાખી દેરી ચણાવી. આ પવાડામાં દુહા, પદ્ધરી, ભુજંગી, કવિત્ત છંદોનો પ્રયોગ થયો છે. દેવો પણ શૌર્ય, પરાક્રમ જોવા ધરતી પર આવ્યા હતા તેવું વર્ણન કરવામાં આવ્યું છે. અભૂત રસયુક્ત રસિકભાષા અને ઝડઝમકથી આ પવાડો નમૂનેદાર થયો છે. પ્રથમ ગણપતિ પાયે નમું, સરસ્વતી દો સુમત્યઃ પવાડો સદુવલ તણો. વિધિવિધ વિગત્ય.” શામળ ભટ્ટ રચિત રૂસ્તમ બહાદુરનો પવાડો એ પણ પવાડાના સ્વરૂપને ચરિતાર્થ કરવામાં ઉદાહરણ રૂપ છે. આ સમયમાં દેશી રાજાઓ, ભાટ ચારણો, તાલુકેદારો, ઠાકોરો, કુમાવીસદારો વગેરે પાસે ઐતિહાસિક પ્રસંગો હતા.” તેનું છટાદાર ભાષામાં નગરજનો સમક્ષ ડહેલી, ચોરામાં કે દરબારગઢમાં પરાક્રમનું વર્ણન થતું અને લોકો ઉત્સાહથી ભાગ લેતા હતા. આ પ્રવૃત્તિથી લોકોની રસવૃત્તિ સંતોષાતી હતી. “પવાડા' કાવ્ય પ્રકાર ચરિત્રાત્મક કાવ્ય સાથે સામ્ય ધરાવે છે. ૧૪મી સદીમાં જૈન કવિઓએ રાસ રચનાની સાથે ‘પવાડા” ની રચના કરી છે. પ્રબંધ રચનાના અનુસરણમાંથી ગીત પ્રધાન રચનાઓ થઈ છે. “પયડો' શબ્દ પ્રયોગ સૌ પ્રથમ “હરિશ્ચંદ પુરાણ કથા” (સં. ૧૪૫૩)માં મળી આવે છે.
સં. ૧૫૧રમાં રચાયેલ કવિ પદ્મનાભની કૃતિ “કાન્હડદે પ્રબંધ' ને “રાઉલ કાન્હડદે પવાડ રાસ” એવી સંજ્ઞા આપવામાં આવી છે. આ ઉપરથી એમ અનુમાન કરવામાં આવે છે કે ચરિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org