SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અંતે હમચડીનો પ્રયોગ થયો છે. હમચી—હમચડીનો પર્યાયવાચી શબ્દ છે. કવિએ ૮૨ મી કડીમાં હમચી—હમચડી શબ્દોની પુનઃ પ્રયોગ કરીને કાવ્યના શીર્ષકને સાચો ન્યાય આપ્યો છે. હ. હમચી (૨) હમચડી હમચી છેહ ચુરાશી મુનિ લાવણ્યસમય ઇમ બોલઈ હમચી હરખઇ વાણી ૨. હમ. ૮૨ કવિએ આરંભમાં સરસ્વતી દેવીની કૃપાથી નેમિકુમારના ગુણ ગાવાનો નિર્દેશ કર્યો છે. સરસ વચન દિઉ સરસતીરે, ગાઇસિ નેમિકુમાર, સામલ વન્ત સોહામણા, રાજીમતી ભરતાર રે. હમચડી || ૧ || એકવાર બાલ્યાવસ્થામાં નેમકુમા૨ ૨મતાં રમતાં આયુધ શાળામાં જાય છે અને શંખનાદ કરે છે. અન્ય કૃતિઓ આ અંગે સામાન્ય ઉલ્લેખ મળે છે. શંખનાદના પ્રભાવથી વાતાવરણમાં પરિવર્તન આવે છે. કવિના શબ્દો છે. ગા. ૯ ૧૦. તિણિ નાદઈ પણ પર્વત ઢલિયા સાયર સવિ ખલભલીયા, અંબર ગાજઈ તરૂઅર ભાજઈ શેષભાગ સબસલીયા રેહ. | ૯ || ગજશાલા ગજબંધન છુટઈ ફુટઈ ગોરસગાલી, એક પડઈ એક લડથડઈ રેઈમ ધરણી ધંધોતીએ. || ૧૦ || નેમકુમારને પરણાવવા માટે ગોપીઓ જળક્રીડા કરવા લઈ જાય છે તે પ્રસંગનું ચિત્રાત્મક શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. નિર્મલ તાસ્યા સરબતીખાલી તેજા હિતુ અંગમકાલી આંજીરે, દાઈ આંખડી મસ્તકી રાખલડી વેણિ તે કુમતી યાલી રેહ.॥ ૨૨ ॥ ખરીય સંખીટલી ફાથે વીટલી હરખી હિરણી લંકી, જે ઘાતુઅલી કદલી થંભા રંભા રૂપી કલંકી રે. ॥ ૨૩ || નેમિકુમાર લગ્ન માટે સંમતિ આપે છે એવી મૌનસૂચક સંમતિથી ઉગ્રસેન રાજાની રાજકુમારી રાજિમતી સાથે લગ્નની તૈયારી કરવામાં આવે છે. કવિના શબ્દો છે. Jain Education International નેમિકુવર પરણિસિઈ રેહાસિઈ હર્ષ અપાર રે, મુની લાવણ્ય સમયઈમ બોલેઈ એ પહેલું અધિકાર રે. || ૪૪ || લગ્નની પૂર્વ તૈયારીના પ્રસંગની ઝાંખી કરાવતી પંક્તિઓ જોઈએ તો. બિહુધરી ધવલ ઘુસટ પડીઆ મંડિવ મંડવ છાયા, કરમઈતાં કાંદાઈતેભ્યા વર પકવાન કમાય રે. || ૪૭ || નેમકુમાર શણગાર કરીને પરણવા આવે છે તેનું શબ્દ ચિત્ર આલેખતા કવિના શબ્દો છે. ગા. ૫૫ થી ૬૦. મંડિપ મોટા ચંદુઆરે તલીયા તોરણ બાર, નેમિકુવરવ૨ પરણેમિઈરે રાજુલી રાજકુમારીએ. For Private & Personal Use Only || ૫૫ || હ www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy