________________
પ્રકરણ-૨
૧૬૫
૧ |
૨ ||
કવિએ સ્તવનને અંતે હીંચ શબ્દ પ્રયોગ કર્યો છે તે નીચે મુજબ છે.
આસીન્મથો કુત સંગવાં તે રસે પ્રશાંતે યસ્યાનુ લક્ષા ક્ષતિરભૂદુપાંતે, સુવણકાંતે કૃત સંગવા તે નમોડસ્તુ તે વસ્મો નિશાંતે. || ચંદ્રાત: પરિ નિરમલી ઋષભાદિક જિનવાણી, તુમ આણઈ આવી મુઝ મતી મકરિશ તાણો તાણી.
| તુ સરસતિ તું ભગવતી આગમ તુજ બંધાણ, મુઝ મુષિ આવી તું રજો મ કરિસિ મતિ કાંશિ.
|| હીંચીરે હીંચીરે હીંડોડલી રે બારવાસી પ્રભુવીર હીડ- આંચલી, વર તપાગચ્છ ગંગાધરો મુનિવરો હીર વિજયભ્યો સૂરિજી હો. વર્ધમાનાદરો સકલમુનિ સંકરો સુઅધરો શમવરો અમૃતજી હો.
છે. ||
8 ||
૪ ||
હમચડી ‘હમચડી' નૃત્યનો એક પ્રકાર છે. હમચડી હાં-હમચી એ પર્યાયવાચી શબ્દ છે. (સમાનાર્થી) .
હીંચ શબ્દ ત્રણ માત્રાનો દુત તાલ છે ઝડપથી લેવામાં આવે છે. હમચી શબ્દ હિન્દુ સમાજમાં રાંદના પ્રસંગે પૂજાવિધિમાં ગાવામાં આવે છે. ઉપરોક્ત વિગતોને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે તાલબદ્ધ નૃત્યમાં ગવાતી પદ્ય રચના હમચડી કહેવાય છે. હમચડી નૃત્યમાં ભક્તો આનંદ ઉલ્લાસ અને છળ-કૂદ કરીને ગાય છે.
અગરચન્દ્રજી નાહાટ પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરામાં જણાવે છે કે જે પદ્ય રચના સ્ત્રીઓ ગાય છે તે હમચડી' કહેવાય છે અને પુરુષો ગાય છે તે “હીંચ' કહેવાય છે. તાલીઓના તાલ અને સંગીતના સમન્વયથી પગના ઠમકા સાથે એકરૂપ બનીને રાસ રમવાની–ગોળાકાળ ફરવાની ગાવાની શૈલી છે તેવી રીતે હમચડીની રચના છે.
નેમિજિન હમચી (હમચડી) કવિ લાવણ્ય સમયની નેમિ જિન હમચી (હમચડી)ની હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે તે ઉપરથી હમચડી' કાવ્ય પ્રકારની માહિતી આપવામાં આવી છે. હમચડીનું વિષય વસ્તુ નેમ-રાજુલના જીવનના પ્રસંગો સાથે સંબંધ ધરાવે છે. કવિએ ૮૩ કડીમાં નેમ-રાજુલના જીવનનો પરિચય આપ્યો છે.
રચના સમયનો ઉલ્લેખ કરતી કડી નીચે મુજબ છે. સંવત પનર બાસઠઇ રે ગાઉં, નેમિકુમાર.
મુની લાવણ્ય સમય ઈમ બોલઈ, વરતિઉ જય જયકાર રે. હમ. ૮૩. - ૧૬મી સદીની આ કૃતિ “હમચડી' ગેય કાવ્ય પ્રકાર છે એમ સ્પષ્ટતા થાય છે. દરેક કડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org