________________
પ્રકરણ-૭
૩૨૫
સ. સદા યોવન નારી તે રહેરે-વળી મોટું કૌતુક છે કે તૃષ્ણા નારીને પરણેલા અનેક સંસારી જીવો મૃત્યુ પામ્યા પણ તે સ્ત્રી સદા યોવનવન્તી છે. કદાપિ વૃદ્ધ પણું પામે જ નહીં.
સ. વેશ્યા વિલુધા કેવલીરે. ગા. ૨-મુક્તિ રૂપીણી સ્ત્રી અનંત સિદ્ધ ભોગવી માટે વેશ્યા તે સાથે કેવલજ્ઞાની લુબ્ધ થયા તે જીવો ફરી સંસારમાં આવતા નથી.
સ. આંખ વિના દેખે ઘણું રે-કેવલજ્ઞાનીને દ્રવ્યન્દ્રિયનું પ્રયોજન નથી તે માટે આંખ તે નેત્ર, તેણે જોયા વિના પણ દેખે છે. જ્ઞાન નેત્રે કરી જગતને દેખે છે.
સ. રથ બેઠા મુનિવર ચલેરે-અઢાર હજાર સીલાંગ રથ તેમાં બેઠા થકા મુનિરાજ મુક્તિ માર્ગ ભણી ચાલે છે.
સ. હાથ જલે હાથી ડુબીઓ-અર્ધ પુદ્ગલ માંહે સંસાર તે હાથ જલ સંસાર કહીએ, તે જીવઉપશમ શ્રેણે ચઢતો થકો સરાગ સંજયે પડતો કદાચિત મિથ્યાત્વ પામે તે મુનિયો હાથી સરિખા હાથ જલે ડબ્બા જાણવા.
સ. કુતરીએ કેશરી હણ્યોરે ગા. ૩- નિંદ્રારૂપી કુતરીએ ચૌદ પૂર્વધર સરીખા કેશરી સિંહને હણ્યા એટલે પ્રમાદ યોગ્યે ચૌદ પૂર્વધર સંસારમાં ભમે છે.
સ. તરશ્યો પાણી નહિ પિએરે-સંસારી જીવ આનદિ કાળથી તરશ્યો છે, તેને ગુરુ વાણીરૂપ અમૃત પાણી પાય છે પણ પીતો નથી.
સ. પગ વિહુણો મારગ ચલેરે-શ્રાવક તથા સાધુનો ધર્મ એ બે પગ માંહેલો એકે પગ સાજો નથી અને આત્મા પરભાવના માર્ગે ચાલે છે તે બહુ દુઃખને પામે છે.
સ. નારી નપુંસક ભોગવેરે-મન નપુંસક છે ચેતનારૂપી સ્ત્રીને ભોગવે એટલે મન સહચારી ચેતના યથા ઇચ્છાએ વિષયાદિકને વિલસે છે.
સ. અંબાડી પર ઉપ૨ ll૪-ભવાભિનંદી દુર્ભવ્ય અથવા અભવ્ય અથવા અરોચક કૃષ્ણ પક્ષીઆ મનુષ્યને ગર્દભ કહીએ તેને ચારિત્ર દેવું તેને ગધેડા ઉપર અંબાડી જાણવી.
સ. નર એક નિત્યે ઉભો રહેરે-સદેવ એક પુરુષ ઊભો જ છે, તે કેમકે ચૌદ રાજ લોકરૂપ એક નર છે તે મધ્યે જે કહ્યા અને કહેશે તે સર્વે ભાવ છે. એવા લોક પંચાસ્તિકાય મળે ઉર્ધ્વ, અધોતીછયથોકતાગમ પ્રમણે પણ તે પુરુષ આકાર છે. જેમ પુરુષ પગ બે પહોળા કરી કેડે બે હાથ કાપી ઊભો રહે તે આકારે જાણવો.
સ. બેઠો નથી નવી બેસશેર-શાશ્વતો લોક છે તે પુરુષ ઊભો તે આકારે છે માટે લોક પ્રકાશમાં પુરુષ કહી બોલાવે છે તે બેઠો નથી તેમ બેસશે નહિ.
સ. અર્ધ ગગન વચે તે રહેરે-ઉર્ધ્વ અધોતિર્થો એમ ચોફેર અલોક છે મધ્ય લોક છે માટે અનંતપ્રદેશ આકાશ તે વચ્ચે અધર લોક રહ્યો છે.
સ. માંકડે માઝને ઘેરીરે પો-વહેવારીઆ ભવ્ય જીવ મનુષ્ય દેવ તિર્યંચાદિ ગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org