________________
૩૨૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પામ્યા થકા રહે છે તે માઝન કહિએ તેને કંદર્પ રૂપ માંકડે સંસારમાં ઘેરી રાખ્યા છે, મુક્તિ જાવા દે નહીં.
સ. ઉંદરે મેરૂ હલાવીઓરે-પંચ મહાવ્રતના ધારણહાર મુનિરાજ છે તે કદાચિત, સંજવલનને ઉદયે અતિચારરૂપ ઉંદર જો લાગે તો પંચમહાવ્રતરૂપ મેરૂ હાલે અને સંજવલન કપાયોદય રૂપ ઉંદર તે ઉત્તર ગુણ વિરાધે.
સ. સુરજ અજવાળું નવિ કરેરે-એકેન્દ્રિયાદિક પંચેન્દ્રિયાવત સંસારી જીવને તિરોહિત ભાવે કેવલજ્ઞાન છે. પણ આવિર્ભાવ થયા વિના આત્મામાં અજવાળું કરતું નથી. કેવલ તે સૂર્ય.
સ. લઘુ બંધવ બત્રીસ ગયા-એમ અજ્ઞાનમાં, સંસારમાં રહેતાં વય રૂપ બળતાની પામ્યું, વળી જીભ પછી જગ્યા, એવા જે બત્રીસ દાંત તે નાનાભાઈ. બત્રીસ પ્રથમજ ગયા.
- સ. શોક ઘટે નહિ બેનડી દી-બત્રીસ ભાઈ ગયા તો પણ મોટી બેન જે જીભ તે વૈરાગ્ય પામી નહીં, આહારાદિક લાલચ થઈ પણ લવલવ ને લપલપ ઘટી નહિં, એટલે ચેતનને જરા આવી પણ ચેતતો નથી.
સ. સામલો હંસ મેં દેખીઓ-સમકિત વિના આત્મારૂપી જે હંસને કાળો જ કહીએ અથવા કૃષ્ણ પરિણામે ચેતનરૂપ જે હંસ તે કાળો જ દીસે છે.
સ. કાટ વલ્યો કંચનગીરીરે-અઢી દ્વીપમાં એક હજાર કંચન ગીરિ છે તેવા નિર્મળ આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તેને કર્મરૂપ કાટ વળ્યો છે માટે સંસારી કહેવાણો.
સ. અંજનગીરી ઉજવલ થયા રે-અંજનગીરી શિખરરૂપ માથાના શ્યામ કેશ તે પણ ઉજવેલ થયા, જરાએ કંપવા લાગ્યો. મરણને લગતો થયો.
સ. તોએ પ્રભુ ન સંભારીઆરે છા-તોપણ સ્ત્રી, પુત્ર, ઘર. ધન, લીલાને વાંછે છે, પ્રભુ સ્મરણ કર્યું નહિ, ધર્મની સામગ્રી પામ્યા છતાં મનુષ્ય ભવ એળે ગુમાવ્યો.
સ. વયર સ્વામી પાલણે સુતારે-વયર કુમાર બાળપણે ભાવચારિત્રીયાથકા પારણે સુતા
સ. શ્રાવિકા ગાવે હાલરાંરે-શ્રાવિકા સાધ્વી પાસે ભણતી થકી કુંવરને હીંચોળતી થકી એ કુલરૂપ હાલરડાં રહે ગાય છે.
સ. થઈ મોટા અર્થ તે કહેજોરે-વળી કહે છે કે વજકુમાર તમે મોટા થજો, ચારિત્ર લેજો ને હરીઆળિનો અર્થ કહેજો.
સ. શ્રી શુભ વરને વાલડારે નદી-એમ કવિ પંડિત શુભવિજય ગણિ શિષ્ય વીરવિજય ગણિને એ અર્થ વલ્લભ વચન છે. સંદર્ભ : ગહેલી સંગ્રહ પા. ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org