________________
૩૨૪
'જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા લાખીખી ચૂતડી રે લાલ મોલવિ સખિ કેતા મૂલ, ચૂનડી ચિતમાની અમૂલ મૂને નેમ ઉઢાડી રે. ll અવિહડ રંગ એ ચુંદડી રે જલ જાલ વિચ મેં સંતિ, સમયસુન્દર કહઈ સેવતાં રે ખરી પૂગી રાજુલ ખંતિ. રાા (કુસુમાંજલિ પા. ૧૩૦)
૬. “ફૂલડાં ફૂલડાં' એટલે છાશ લાવવાનું ફૂલના આકારનું સાધન કાવ્ય ગાતા ગાતા તેવો આકાર થાય એમ અર્થ થાય છે. વજસ્વામીનાં ફૂલડાં ગીત ગાતાં બહેનો તેવો આકાર બનાવે છે. એમ અર્થઘટન કરવામાં આવે છે. કાવ્ય રચના નીચે પ્રમાણે છે.
વજસ્વામીનાં ફૂલડાં “ફૂલડાં' સંજ્ઞાવાળી એક કૃતિ કવિ પંડિત વીરવિજયજીની પ્રાપ્ત થાય છે. આ કાવ્ય હરિયાળી પ્રકારનું છે. અત્રે અર્થ સહિત પ્રગટ કરવામાં આવ્યું છે. કવિએ ફૂલરૂપ હાલરડાંનો ઉલ્લેખ કરીને વજસ્વામીના ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરી છે. શ્રાવિકા ઉપાશ્રયમાં વજસ્વામીને પારણામાં ઝુલાવે છે અને હાલરડાં ગાઈને ભવિષ્યની શુભ ભાવના વ્યક્ત કરે છે.
હરિયાળી-વજસ્વામીનાં ફૂલડાં - સખીરે મેં કૌતિક દીઠું-વજસ્વામી છ માસના આશરે હતા તે વારે સુનંદાએ ધનગિરિ સાધુને આપ્યા. તે સાધ્વીના ઉપાશ્રયે પાલણે સુવારીને શ્રાવિકાઓ હીંચોળતી થકી હાલરડાં ગાતી માંહોમાંહે સખીઓને કહે છે કે, હે સખી ! મેં કોતક દીઠું.
સાધુ સરોવર ઝીલતા-સ્નાન વજર્યું છે તો પણ મુનિ સમતા જળ ભરેલા ઉપશમ સરોવરમાં ઝીલે છે.
સ. નાકે રૂપ નિહાલતારે-તપસ્યાએ કરી સંભિન્ન શ્રોતાદિક લબ્ધિઓ ઉપજી છે તેવા મુનિ તે આંખ મીચી હોય ને નાશિકાએ કરી નેત્રનું કામ કરે રૂપાદિક જુવે.
સ. લોચનથી રસ જાણતા રે-નેત્રે કરી રસેન્દ્રીનું કામ કરે એટલે દીઠા થકી-મીઠો-ખાટો રસ માલમ પડે. એકેંદ્રિય પાંચે ઈંદ્રીનું કામ કરે. પુનઃ પાંચ ઇંદ્રીનું જ્ઞાન થાય.
સ. મુનિવર નારીસું રમશે. ગા. ૧-વિરતિરૂપી જે નારી તે સાથે મુનિરાજ સદૈવ નિરંતર રમે છે.
સ. નારી હીંચોળે કંથને-સમતા સુંદરી તે નારી પોતાનો આત્મરૂપી જે ભર્તાર તેને ધ્યાનરૂપ હીંચોળે બેસારીને હીંચોળે છે.
સ. કંથ ઘણા એક નારીનેરે-તૃષ્ણારૂપીણી જે સ્ત્રી તેણે જગતના સર્વ જીવને ભર્તારરૂપે કર્યા છે સર્વને પરણી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org