________________
પ્રકરણ-૩
૨૫૭
પ્રભુનાં થાળ તણાં જે ગુણ ગાયને સાંભળે, ભેદે ભેદાંતર સમજે જ્ઞાની તે કહેવાય. ગુરુ ગુમાન વિજયનો શિષ્ય કહે શિર નામી રે,
સદા સૌભાગ્ય વિજય થાવે ગીત ગાય સદા. માતા. લા. આ થાળ સામાન્ય માનવીને ભોજનના રસારયાદની અને જ્ઞાનીજનોને આત્મ વિકાસમાં ઉપયોગી ગુણોની વિશિષ્ટતા સમજાવે છે. નામ અને થાળ પાર્શ્વનાથ ભગવાનનો પણ તેનાથી ભવ સુધરે સફળ થાય ભવ્યાત્માનો. એવી રસિક થાળ રચના જૈન કાવ્યપ્રકારોમાં અભિવૃદ્ધિ કરે છે.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (થાળ) માતા વામાટે બોલાવે જમવા પાસને, જમવા વેલા થઈ છે રમવાને ચિત જાય. ચાલો તાત તમારા બહુ થાયે ઉતાવળા, વહેલા હાલોને ભોજનીયા ટાઢા થાય માતા. ||૧|| માતાનું વચન સુણીને જમવા બહું પ્રેમશું, બુદ્ધિ બાજોઠ ઢાળી બેઠા હોંશિયાર. વિનયથાલ અજુઆલી લાલન આગળ મૂકયો, વિવેક વાટડીયો શોભાવે થાલ મંજાર માતા. ||૨| સમક્તિ સેલડીના છોલીને ગટ્ટા મૂકીયા, દાનનાં દાડમદાણા ફોલી આપ્યા ખાસ. સમતા સિતાફળનો રસ પીયો બહુ રાજીયા, મુક્તિ જામફળ પ્યારા આરોગોને પાસ માતા.
Hall મારા નાનડીયાને ચોખ્ખા ચિતનાં ચૂરનાં, સુમતિ સાકર ઉપર ભાવશું ભેલું ધરત. ભક્તિ ભજીયાં પિરસ્યાં પાસકુમારને પ્રેમશું, અનુભવ અથાણાં ચાખોને રાખો સરત માતા. III પ્રભુને ગુણ ગુંદાને જ્ઞાન ગુંદવડા પીરસ્યાં, પ્રેમના પેંડા જનમ્યો માનવધારણ કાજ. જાણપણાની જલેબી જમતાં ભાગે ભૂખડી, દયાદૂધપાક અમીરસ આરોગોને આજ માતા. ||પણ સંતોષ સીરોને વળી પુન્યની પૂરી પીરસી, સંવેગ શાક ભલાં રે દાતાર ઢીલી દાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org