________________
૨૫૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા મોટાઈ માલપુવાને પ્રભાવનાનાં પૂડલા. વિચાર વઠી વઘારી જજામ્યો મારા બાલા માતા. llll. રૂચિ ચયતાં રૂડા પાપડ પીરસ્યાં, ચતુરાઈ ચોખા વંશાવી આયા ભરપૂર. ઉપર ઇંદ્ર દમન દૂધ તપ તાપે તાતુ કરી, પ્રીત્ય પીરસ્યું જમજો જગજીવન સહનૂર માતા. llણા પ્રીતિ પાણિ પીધા પ્રભાવતીના હાથથી, તત્ત્વ તંબોલ લીધાં શીયળ સોપારી સાથ. અક્કલ એલાયચી આપીને માતા મુખદેવ, ત્રિભુવન તારી તરસ્યો જગજીવન જગનાથ માતા. ૮ • પ્રભુનાં થાલતણાં જે ગુણ ગાવેને સાંભળે, ભેદ ભેદાંતર સમજે જ્ઞાની તે કહેવાય. ગુરુ ગુમાનવિજયનો શિષ્ય કહે શિરનામી તે, સદા સૌભાગ્યવિજય થાવે ગીત ગવાય સદાય માતા. lલા (પાન ૩૩૮)
મહાવીરસ્વામીનો થાળ
કવિ રત્નવિજયજીએ મહાવીર સ્વામીના થાળની રચના ૧૨ કડીમાં કરી છે. કવિએ રૂપકાત્મક અભિવ્યક્તિ દ્વારા ભૌતિક વાનગીઓ નહિ પણ તીર્થંકરનો આત્મા તો આધ્યાત્મિક વાનગીઓ આરોગીને પોતાના આત્મનીનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કવિ કલ્પનાની વિશિષ્ટતાથી ભોજનના રસાસ્વાદ સમાન અધ્યાત્મ વાનગીઓનો અપૂર્વ રસાસ્વાદ અનુભવી શકાય તેવી આધ્યાત્મિક વાનગીઓ ભવ્યાત્માઓનો માટે પ્રેરક બને તેવી છે. કવિ અમૃતવિજયકૂત પાર્શ્વનાથનો થાળની રચનાનો પ્રભાવ મહાવીરસ્વામી થાળ પર સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે. કવિના શબ્દો છે.
Uણ પર થાળ ગાયો માતા ત્રિશલા સુતનો રે, જે કોઈ ગાવે ગુણે, તેણે હોજે મંગલ માળ. ગુરુ રત્નવિજયગુણ ગાયાને ગવરાવીયા રે, વિરપુત્રની શોભા જુઓ અપરંપાર, તે તો ભવસાગરથી ઉતરે છે પાર. માતા ત્રિશાલા. ||રા
“થાળ' માતા ત્રિશલા બોલાવે જમવા કારણે રે તમે ચાલો પ્રભુ,
પ્યારા વીર જીણંદ (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org