________________
પ્રકરણ-૨
સંદર્ભ.
૧. પ્રાચીન ગુર્જર કાવ્ય સંચય—પા. ૧૦૪ ૨. પ્રાચીન ગૂર્જર કાવ્ય સંચય-પા. ૮૫ ૩. હસ્તપ્રત–ઉપા- ભુવનચંદ્રજી
પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરાપા. ૬૪
જૈન ગૂર્જર કવિઓ ભાગ-૭, પા. ૧૭૫-૧૭૬-૧૮૩, ૨૦૪
૬૫
૯. ફાગુ
મધ્યકાલીન કાવ્યપ્રકારોમાં કાવ્યનાં લક્ષણોને ચરિતાર્થ કરતો લોકપ્રિય કાવ્યપ્રકાર ફાગુ છે. આ કાવ્યપ્રકારને ઋતુકાવ્ય સાથે વિશેષ સંબંધ છે. ઋતુરાજ વસંત અને વર્ષા ઋતુનાં ગવાતાં ગીતો, સાથે સામ્ય ધરાવતો ફાગુ કાવ્ય પ્રકાર છે. તમાં રહેલો શ્રૃંગાર અને નાયિકાના ચિત્તની વંદનાને મૂર્તિમંત રીતે વ્યક્ત કરવાનું કવિ કર્મ કાવ્ય વિના ઊંચા આદર્શોને સિદ્ધ કરે છે.
ફાગુ શબ્દનો અર્થ વિચારીએ તો મૂળ શબ્દ ‘ફલ્ગુ’ છે તેનો અર્થ વસંતોત્સવ થાય છે. પાણિની વ્યાકરણમાં એમ જણાવ્યું છે કે ત્ ધાતુને મુ પ્રત્યય જોડવાથી તેનુંત્ શબ્દ રચાયો છે. નક્ષત્રની ગણતરીમાં પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુનીનો નામોલ્લેખ મળે છે. આ શબ્દ પ્રયોગ નદીના એક વિશેષ નામ તરીકે મહાભારત અને હરિવંશમાં પ્રયોગ થયો છે. આ શબ્દનો ‘સુંદર’, ‘મનોહર’ એવો અર્થ પણ થયો છે. ‘ગાથા સપ્તશતી’ ગ્રંથમાં વસંત ઋતુના ઉત્સવનો અર્થ મળે છે. હેમચંદ્રાચાર્યની દેશી નામમાલામાં વસંતઋતુનો અર્થ દર્શાવે છે. પ્રાચીન દેશ્ય શબ્દ ફલ્ગુ માંથી ફાગુ શબ્દ નિષ્પન્ન થયો છે અને નક્ષત્ર સાથે જોડાયેલો પ્રાપ્ત થાય છે. બારમાસનાં નામમાં ‘ફાલ્ગુન’ માસ અને વર્તમાનમાં ‘ફાગુણ' માસતી પ્રચલિત છે. અર્જુનનો જન્મ ‘ફલ્ગુ’ નક્ષત્રમાં થયો હતો તે ઉપરથી મહાભારતમાં અર્જુન ના નામ માટે ફાલ્ગુન શબ્દ પ્રયોગ થયો છે. રાસના મૂળમાં નૃત્યનો સંદર્ભ છે તેવી રીતે ફાગુમાં વસંતના સંદર્ભથી નૃત્યનો સંબંધ જાણવા મળે છે. એટલે ફાગુ ઉત્સવ પ્રધાન ગેય અને નૃત્ય કાવ્ય છે એમ સ્પષ્ટ સમજાય છે. હોળીના પર્વમાં આનંદિવભોર બની લોકો ગુલાલ છાંટતા હતાં. ‘ગુલાલ' માટે પણ ફલ્ગુ શબ્દ પ્રયોજાયો હતો. હોળીના દિવસોમાં ‘ધાણી’ નો વધુ ઉપયોગ થતો હતો એટલે વ્રજભાષામાં ‘ફગુવા’ અને ગુજરાતીમાં ‘ફગવા’શબ્દ ધાણીના પર્યાયરૂપ છે.
ફાગુ સમૂહમાં ગવાતો ગેય અને અભિનયયુક્ત કાવ્ય પ્રકાર છે. વસંત અને પ્રકૃતિનું વર્ણન આલંબન અને ઉદ્દીપન વિભાવ તરીકે યુવક અને યુવતીઓને તથા પ્રેમીઓને પ્રણયલીલામાં અનેરી લિજ્જત પ્રદાન કરે છે. વસંતવિહાર જળક્રીડા દ્વારા પ્રેમીઓ મનહર અને મનતીર પ્રણયમાં રસિકતા અનુભવે છે. ‘ફાગ ખેલવો' શબ્દ પ્રયોગ જનસમૂહમાં પ્રચલિત છે તે ઉપરથી વસંત અને હોળીમાં યુવક-યુવતીઓ સમૂહમાં ફાગ ખેલે છે (રમે છે). ઘેરૈયાઓ સમૂહમાં તાળીઓ અને દાંડિયાથી ફાગ ખેલે છે. સંગીતની સાથે તબલા, વીણા, બંસરી જેવાં વાઘો સાથે ફાગ ગવાય—ખેલાય છે. વસંતોત્સવમાં શેરી-મહોલ્લામાં ગાવામાં આવતો ફાગુ કાવ્ય પ્રકાર છે. એની પંક્તિઓ લલિત-મંજુલ-યમક અને પ્રાસયુક્ત હોવાથી તેનો કર્ણપ્રિય ધ્વનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org