________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા ગુધિ ગુપરસેવઉ જીવતણી હિંસા રમાઈએ સામતવન બલી
જીવદયા કરી પાસ પશુઆ છોડીયાએ. નેમકુમારના દીક્ષાના પ્રસંગનું વર્ણનનો પ્રારંભ પ્રભુને લોકાંતિક દેવો પોતાના આચાર પ્રમાણે દીક્ષા અવસરની માહિતી આપે છે ત્યાંથી થયો છે. કવિના શબ્દો છે. (ગાથા–૧૦૯૧૧૦)
આગઈ સીહ સુરઉહવઈ મયાખરી પડઈવિશે ખીકીજી, આગઈ નમિવઈ રાગીય ઉવલી લોકાંતિક દિખિકીજી.
|| ૧૦૯ | સુરપતિ ચઉ સવિ તિણ બિણિઈમા દેવતણઈ, પરિવારી કીજી આવઈ દ્વારવતી પુરી ભા કલ્યાણક સંભારી કીજી. || ૧૧૦ ||
પ્રભુને શિબિકામાં પધરાવે છે અને આઠ જાતના કળશથી અભિષેક કરે છે. પછી ભગવાનના દીક્ષા કલ્યાણકની હરખભર્યા હૈયાના હૈતથી ઉજવણી કરવામાં આવે છે. કવિના શબ્દોમાં આ પ્રસંગની વિગત નીચે મુજબ છે.
ઈંદ્ર મંડપ કરઈ મોટ ઉલુ રતિહાં દેવછંદી તેહ માંહિ, મણિમય મંડપ રે પીઠ સુહામણું . હિયડઈ હરખન માઈ. | ૧૨ // અરિહંત સંયમ ભાવઈ આદરઈ ઉચ્છવ દેવ કરંતિ, સમક્તિ રતનતિહા અજુઆલતા પાતક દુરિહરંતિ.
| ૧૩ || વિવિધ પ્રકારઈ રે મલાઈ અખથી વરાવ્યા જિનઘીરા, કોમલ વિરઈરે તનુ લુહી કરી પહિરાવઈ સુરચીરા.
| ૧૪ || એ વિપલઈ રે બાવન ચંદનઈ ઠાવઈ સપલ શૃંગાર, કરી પ્રદક્ષિણ બાઈન પાલખી અમર કઈ જયજયકાર.
૧૫ / છેલ્લી ઢાળમાં પ્રભુના પરિવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રભુના કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકનો પણ ઉલ્લેખ થયો છે. ત્યારપછી દેવો નંદીશ્વર દ્વીપમાં જઈને ઓચ્છવ કરે છે તેનો પરંપરાગત રીતે માહિતી આપવામાં આવી છે.
આ હસ્તપ્રત અપ્રગટ છે તે ઉપરથી પાઠ લખીને “ધવલ” ની માહિતી આપી છે. ૪૪ ઢાળની દીર્ધ રચનામાંથી લગ્ન અને દીક્ષાની ઢાળ વિવાહના રૂપક તરીકે મહત્વની હોવાથી તેની માહિતી આપી છે. તેમનાથનું જીવન અને કાર્ય સુપ્રસિદ્ધ છે એટલે વિસ્તાર કર્યો નથી પણ ધવલ' કૃતિના નમૂનારૂપે હસ્મતને આધારે લખાણ કર્યું છે. કવિએ ગેય દેશીઓનો પ્રયોગ કરીને રસિક કાવ્ય રચના કરી છે. “ધવલ' સંજ્ઞાવાળી કૃતિઓ અલ્પ સંખ્યામાં પ્રકાશિત થયેલ છે. મોટા ભાગની હસ્તપ્રતો અપ્રગટ છે. પૂ. ઉપા. ભુવનચંદ્રજી મ.સા.ની પ્રેરણાથી પાર્ધચન્દ્ર ગચ્છના માંડવીના જ્ઞાનભંડારમાંથી હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. પૂ. સાધ્વીજી શાશ્વતયશાશ્રીજીએ આ હસ્તપ્રત નો પાઠ તૈયાર કરી આપ્યો અને ઉપરોક્ત કાવ્યનો પરિચય આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org