________________
૪૬ .
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
(ઢાલ : કલસની) તિહાં ભૂગલભેલ ન ફેરી મહુઅરી, માદલ અરસીતાલ, વરવીણા વંસ અને સર મંડલ પડહ તિવલ કંસાલ; ધણ વાજિંત્ર વાજઈ અંબર ગાજઈ અમર કરી જયકાર, ભૂમંડલ માનવસુર ગયું ગણિ વિદ્યાધર નહીં પાર... || ૮૨ || સહસા વનિ આવી સહુ વધાવી મૂકી સવિ શણગાર, ભાવના વિશેષ સમમતિ દેખાઈ, જાણિ અથિર સંસાર; તિણખણ શિર લોચઈ, વિષય સંકોચાઈ લિ સુરપતિ સચિવાલ, ક્ષીરોદકી મૂકી, રીતિન ચુકિ છ૪તાઈ સંભાલ.
|| ૮૩ || કહી “નમો સિદ્ધાણં' વિનય વિનાણું લઈ સાવઘનું નામ, ઉચરઈ સામાયિક મણવયકાયક ત્રિવિધ જીવતાં સીમ; સંભવિ સુરાસુર આથિ નરવર એક સહસ લઈ દીખ,
મનઃ પર્યવ પામે સહુ સરિનામિ, પાલે સુધિ શીખ... | ૮૪ || - વિવાહલો સ્વરૂપની અન્ય કૃતિઓમાં પ્રસંગનો વિસ્તાર અને માહિતીનો ઉલ્લેખ થયો છે. તેવો અહીં ઉલ્લેખ નથી. ચરિત્રાત્મક નિરૂપણાની દૃષ્ટિએ પ્રભુનાં પાંચ કલ્યાણક અને પૂર્વભવના પ્રસંગોને વિવાહલોમાં સ્થાન આપ્યું છે. કવિએ આરંભમાં ધવલ' શબ્દ પ્રયોગ કર્યો છે અને અંતિ વિવાહલો સંપૂર્ણ એમ સ્પષ્ટ જણાવ્યું છે. એટલે આ પ્રકારની કૃતિઓ વિવાહના સંદર્ભની સાથે ચરિત્રાત્મક અંશોવાળી છે. પ્રભુનું જીવન નિષ્કલંક, કર્મરહિત અને નિરંજન સ્વરૂપ છે એટલે “ધવલ' શબ્દ પ્રયોગ કર્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે અને કલ્યાણકના પાંચ દિવસો વિવાહના અભૂતપૂર્વ આનંદના છે એમ માનીને કવિએ રચના કરી છે. સંધર્મ (હસ્તપ્રત) ૩. પારસનાથનો વિવાહલો
અજ્ઞાત કવિ કૃત પારસનાથનો વિવાહલો વિવાહ પ્રસંગનો મિતાક્ષરી પરિચય કરાવે છે. ગીત કાવ્યની સાથે સામ્ય ધરાવતી વિવાહલોની રચના અનિહાંરે....ની પ્રચલિત દેશી અને દુહા સાથે ૪ ગાથામાં રચાયેલો છે.
વિવાહનો અવસર જીન તણો કઈએ અતિ સુકમાલ” - પાર્શ્વનાથના વિવાહમાં સાજન-મહાજન અને નર-નારી મોટી સંખ્યામાં પધાર્યા છે. કવિ કહે છે કે “રાય રાણી તણો નહીં પાર.” કવિએ વરઘોડાનો ઉલ્લેખ કરીને પાર્શ્વકુમારના શણગારેલા દેહની માહિતી આપતાં જણાવ્યું છે કે
હાં રે પારકુમાર ચડા વરઘોડો, હાં રે સીરકુંડ તીર્થો બેઉ કોરે, હાં રે કાને કુંડળને મુચજોડે, માનું રવી શશી આપ્યા ઘોડે.
કવિની ઉ—ક્ષા દ્વારા પાર્શ્વકુમારના દેહની અદભૂત શોભાનો લાક્ષણિક પરિચય થાય છે. પ્રભુએ સુવર્ણની મુદ્રિકા ધારણ કરી છે. આ માહિતી આપ્યા પછી પ્રભુએ લગ્ન કર્યા. તેનો ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org