________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
ત્રીજી ઢાળમાં રૂષભદેવ ભગવાનનો સંક્ષિપ્ત પરિચય અને નવ્વાણું વખત પધાર્યા હતા તેની માહિતી સાથે શત્રુંજ્યનાં ૨૧ નામનો નિર્દેશ કર્યો છે.
૫૪ .
શત્રુંજ્ય પુંડરિકગિરિ, વિમળાચર સિદ્ધક્ષેત્ર, શ્રીપદ સુરગિરિ મહાગિરિ રે, શાશ્વતગિરિ સુપવિત્રરે.
|| રિ. || ૭ ||
છે.
ઢાળ ૪-૫-૬માં શત્રુંજ્ય તીર્થના ઉદ્ધારની ક્રમિક માહિતીનું વર્ણન કર્યું સૂરિ દુપ્પસહ ઉપદેશથી મન., વિમળવાહન ભૂપાળ. મો. મ. છેલ્લો ઉપધાર કરાવશે, મન. ભક્તિભાવ વિશાલ મો. મ. || ૫ ||
સાતમી ઢાળમાં સિદ્ધગિરિની યાત્રા, પ્રભુની અષ્ટપ્રકારી, અનાગમહોત્સવ અભિષેક, જપમાળા, તપ આદિ કરવાથી પ્રાપ્ત થતાં ફળનો ઉલ્લેખ કરીને સિદ્ધગિરિનો મહિમા ગાયો છે.
નદી કુંડે તીરથ જળ માહિ રે, કુસુમાંજલિ ચ્યાર ચઢાઈ,
કરે સ્નાત્ર ઈહાં જે સંતારે, દુઃખ ચાર ગતિ ન લહતા હૈ. સુ. સા. ॥ ૪ ॥ આઠમી ઢાળમાં અન્ય તીર્થોની યાત્રાનો સંદર્ભ આપીને શત્રુંજ્યની યાત્રા શ્રેષ્ઠ છે એવો વિચાર પ્રગટ કર્યો છે.
અનિહારે તેહથી અનંત ગુણું ફળ તુવેરે ગિરિ દીઠે સાંભલી ઇંદ્ર,
અનિહારે સેવન ફળ કુંણ ક્ષણ હોવે રે, જો હોવે જ્ઞાની જિણંદ. | સિ || ૭ || નવમી ઢાળમાં શત્રુંજ્યનો મહિમા ગાવાની સાથે માનવજન્મ સફળ કરવા માટે યાત્રા અને સુકૃતનો લાભ લેવાની ઉપદેશાત્મક વાણીનો પરિચય થાય છે. કવિના શબ્દો છે. સંસાર દાવાનાળ નીર રે, ભવોદિય તારણએ તીર રે, જરા મરણ તણા જંજીરે રે, વિત્રારણ એ વડવીર રે. ઈહાં પૂજા પ્રસાદ કરાવો રે, જિનરાનાં બિંબ ભરાવો રે,
કરિ અંજન આનંદ પામો રે, ભલે ભાવથી ભાવના ભાવો રે. ॥ ૪ ॥
દશમી ઢાળમાં સિદ્ધગિરિનો મહિમા ગાતાં કવિએ જણાવ્યું છે કે અહીં ૨૩ તીર્થંકર યાત્રાએ પધાર્યા હતા. ચંદ્રશેખર રાજા, નમિ-વિનમિ બંધુઓ, અનંતા સાધુ ભગવંતો સિદ્ધિપદને પામ્યા છે. અગિયાર અને બારમી ઢાળમાં સિદ્ધિપદ પામેલા મહાત્માઓની માહિતી આપતાં કવિ જણાવે છે કે.
કાર્તિક પુનમે સિદ્ધ થાવે રે, તેણે મહિમા આજ પ્રસિદ્ધ રે, કંડુ પણ એણે દિને સિધો રે, ઇણે દિન મહિમા અધિકોરે.
॥ ૩ ॥
॥ ૩ ॥
કવિએ તીર્થયાત્રા કરી અને મનના અપૂર્વ ઉલ્લાસ અને રંગથી ગુણ ગાયા છે તેનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો
Jain Education International
રિષતી પસાયે ચઢતે રંગે, કહે ઉત્તમ ઉલ્લાસિત અંગે. રાજ. || ૧૧ || તેરમી ઢાળમાં સિદ્ધવેલની રચનાપૂર્ણ કરતાં કવિએ પરંપરાગત રીતે રચના સમય ગુરુપરંપરા અને તેનો પ્રભાવ દર્શાવ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org