________________
૫૫.
પ્રકરણ-૨
શું વર્ણવું વાધે વિસ્તાર, ધન ધન છે તીરથ તને રે, પાપ કરે ગિરિ સુણતાં ચ્યાર, દરશન ફરશન કીર્તનરે.
ગાયો ગિરિ ઇક્ષુવંશી ઇમ, ઢાળો તેર કરી લાજી રે, સિદ્ધાચલ સિદ્ધ વેલ એટલે સિદ્ધગિરિની ભાવયાત્રા અને ગુણગાન દ્વારા કર્મનિર્જરા કરવા માટેનો અપૂર્વ આનંદદાયક મનુષ્ય જન્મનો લ્હાવો છે. કવિ પંડિત વીરવિજયજીની નવ્વાણું અભિષેકની પૂજાનું સ્મરણ કરાવે તેવી પ્રાસયુક્ત પ્રાસાદિક, સુગેય પદાવલીઓ દ્વારા શત્રુંજયનો મહિમા ગાવામાં આવ્યો છે. માનવજન્મ સફળ કરવાના ભગવંતે વિવિધ માર્ગનું પ્રતિપાદન કર્યું છે. તેમાં આ ભક્તિમાર્ગની અનુભવ વાણી ભવોદધિ તારક જહાજ સમાન છે. પૂર્વના પુણ્યોદયે માનવ જન્મ અને યાત્રાની સુવિધા મળે છે એમ માનીને સિદ્ધિપદ પામવાની અભિલાષાવાળા ભવ્યાત્માઓ શાસ્ત્રીય રીતે યાત્રા કરી જીવન સફળ કરે તેવી પ્રેરણાપ્રાપ્ત કરાવતી “વેલ” રચના નોંધપાત્ર છે. સંદર્ભ :- શ્રી સિદ્ધાચલજીની સિદ્ધવેલ.
શ્રી અમૃતવેલ (સક્ઝાય) વેલિ સ્વરૂપ રચનામાં શુદ્ધ જ્ઞાનમાર્ગ અને ઉપદેશાત્મક વિચારોની નમૂનારૂપ રચના અમૃતવેલ છે. યશોવિજયજી ઉપા. ની આ કૃતિ સજઝાય તરીકે અન્ય પુસ્તકોમાં પ્રગટ થઈ છે. અમૃતવેલ એટલે મૃત્યુ પર વિજય મેળવવાનો સાચો રાજમાર્ગ અમૃતવેલ એટલે મોક્ષમાર્ગમાં જવા માટે શીવનારીને વરવામાં ભવોભવની તિતિક્ષાને પૂર્ણ કરવા માટે બીજારોપણ કરવાનો અપૂર્વ અનુપમ અવસર.
અમૃતવેલ એટલે આત્માના શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનો જિનેશ્વર ભગવંતે કરેલો સાચો સાચો માર્ગ. મૃતત્વને નિર્મૂળ કરવા માટેની સીધી સાદી શૈલીમાં સર્વજન સુલભ જિનવાણીનો સાર.
અમૃતવેલ એટલે આત્માનો કિંમતી સ્વાધ્યાય કે જેનાથી મનના પરિણામ ભાવ ઉત્તમ રહે અને અધમ વિચારો દૂર થાય તેવી બોધાત્મક વાણીનો સંચય.
મહાત્માઓ વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાય એવી ઉદાત્ત ભાવના ભાવે છે પોતે જિનમાર્ગને અનુસરે છે અને તે માર્ગે સર્વજીવો અભિયાન કરે તો મુક્તિ પામે એ વાત નિઃશક છે. જિનવાણીના સારરૂપ ર૯ કડીની આ રચના નીચે પ્રમાણે ગુણ ધરાવે છે. મહત્વના વિચારો નીચે પ્રમાણે છે. કવિની અર્થગંભીર શૈલીનો પરિચય પ્રથમ કડી દ્વારા પ્રાપ્ત થાય છે.
ચેતનજ્ઞાન અજુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે,
ચિત્ર ડમડોળલું વાળીએ, પાળીએ સહજ ગુમ આપરે. જ્ઞાનનો મહિમા, મોહનીય કર્મથી સંતાપ ઉપજ છે તે દૂર કરવો, ચિત્તની સ્થિરતા કેળવવી અને આત્મસ્વરૂપની ઓળખાણ કરવી. સાધનાનું અંતિમ ફળ આત્મસિદ્ધિ-આત્માના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ છે. એક જ ગાથામાં જ્ઞાનમાર્ગ કર્મવાદ, અધ્યાત્મ અને સાધનામાં ઉપયોગી સ્થિરતા-એકાગ્રતા જયા વિષયોનો મિતાક્ષરી ઉલ્લેખ થયો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org