________________
પ્રકરણ-૨
૧૧૯
o
-
ટ
* યોગ સાધનાની અનુભૂતિનું પદ્યમાં નિરૂપણ. * અમૂર્ત વિચારોને પ્રકૃતિ અને વ્યવહારની પ્રચલિત માન્યતાનો આશ્રય લઈને
વિરોધમૂલક અભિવ્યક્તિ.
* મધ્યકાલીન પદ સ્વરૂપ સમાન પદબંધ રચના. “કાફી'નો પ્રયોગ વિશેષ થયો છે. ૧. પ્રતીકાત્મક હરિયાળી
કહિયે પંડિત કોણ એ નારી, વીસ વરસની અવધિ વિચારી. દોય પિતાએ એહ નિપાઈ, સંઘ ચતુર્વિધ મનમેં આઈ.
| ૨ || કીડીએ એક હાથી જયો, હાથી સામો સસલો ધાયો.
| ૩ || વિણદીવે અજવાળું થાય, કીડીના દરમાંહિ કુંજર જાયે.
|૪ | વરસે અગ્નિ ને પાણી દીયે, કાયર સુભટ તણા મદરજીયે.
|| ૫ || તે બેટીએ બાપ નિપાયો, તેણે તાસ જમાઈ જાયો. મેહ વરસતાં બહુ રજ ઉડે, લોહ તરે ને તરણું બુડે.
| ૭ ||. તેલ ફિરે ને પાણી પિલાએ, ઘરંટી દાણે કરીયે દલાયે. બીજ ફૂલે ને શાખા ઉગે, સરોવર આગે સમુદ્ર નં પૂગે.
| ૯ | પંકજ રે ને સરખ જામે, ભમે માણસ તિહાં ઘણે વિસામે.
|| ૧૦ || પ્રવહણ ઉપરિ સાગર ચાલે, હરિણ તણે બલે ડુંગર હાલે.
|| ૧૧ || એનો અર્થ વિચારી કહિયો, નહિતર ગર્વ મ કોઈ કરિયો. | ૧૨ || શ્રી નયવિજય વિબુધને શિષ્ય, કહી હરિયાળી મનહર જગીસે. || ૧૩ // એ હરિયાળી જે નર કહેશ્ય, વાચક રસ જપે તે સુખ લ્હસ્ય. || ૧૪ છે.
આધ્યાત્મિક હરિયાળી, પા. ૩૬ યશોવિજયજી ઉપાધ્યાયની કહો પંડિત એ કુણ નારી હરિયાળીનો અર્થ નીચે મુજબ છે.
(૧) હે પંડિતો ! ૨૦ વર્ષની સમયમર્યાદામાં વિચાર કરીને કહો કે આ સ્ત્રી કોણ છે ? એક તીર્થકર અને બીજા ગણધર ભગવંતે મળીને જીવદયારૂપી સ્ત્રી ઉત્પન્ન કરી છે. એને ચતુર્વિધ સંઘને કહ્યું કે એમના મનમાં જીવદયા વસી ગઈ, આ જીવદયારૂપી પુત્રીએ ધર્મરૂપી પિતાને ઉત્પન્ન કર્યા, આ બેટીનો બાપ છે, તે ધર્મમાં જ્ઞાનરૂપી જમાઈ ઉત્પન્ન કરી જેથી બુદ્ધિ સફળ થઈ તેને જ્ઞાન સમજો // ૧ //
હિંસારૂપી ચિઉટીને પાપરૂપી હાથીને ઉત્પન્ન કર્યો. આ પાપરૂપી હાથીનો મુકાબલો કરવા માટે ધર્મરૂપી ખરગોશ આવ્યો. ધર્મરૂપી ખરગોશે પાપરૂપી હાથીને ભગાડી મૂકયો. પાપનો હાથી મોટો અને ધર્મનો ખરગોશ નાના જાણવો. જયારે હૃદયમાં જ્ઞાનરૂપી પ્રકાશ થાય ત્યારે દીપક વગર પણ પ્રકાશ થઈ જાય છે. અજ્ઞાન એ હાથી સમાન છે. શરીરને ચિઉટીના દર સમાન નાનું સમજવું એટલા માટે કહેવામાં આવ્યું છે કે ચિઉટાના દરમાં હાથી સમાઈ જાય છે. મેં ૨.//
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org