SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા જ્ઞાનરૂપી તેજનો વિસ્તાર થવાથી કર્મપ્રકૃતિરૂપી ઘાણી પીલી નાખે છે. (કર્મસમૂહો નાશ કરવો) દુર્ગતિરૂપી ચક્કી દાનરૂપી દાણાને દળી નાખે છે ટલે કે ક્ષય કરે છે. આત્મા જહાજ સમાન બળવાન છે અને કર્મ સમુદ્ર સમાન છે,જ્યારે કર્મ શક્તિશાળી બને છે ત્યારે આત્મા છળે અને કર્મરૂપી સમુદ્ર તેને ડુબાડી દે છે. આ જીવ હરણ સમાન છે. પણ પોતાની અપૂર્વ શક્તિથી પહાડ જેવા મજબૂત કર્મને હલાવો (ડોલાવી) નાખે છે. એટલે કે તેનો ક્ષય કરે છે. I ૩ || ૧૨૦ જ્યારે જ્ઞાનરૂપી મેધની વૃષ્ટિ થાય છે ત્યારે કર્મરૂપી રજકણો ઉડી જાય છે. અને આઠ કર્મનો ક્ષય થાય છે ત્યારે લોખંડની માફક ભારે છે. આત્મા તરે છે અને તૃણ સમાન કર્મો ડૂબે છે. બુદ્ધિમાન વ્યક્તિ આ પદ્યનો અર્થ વિચારીને કહે નહિતર અભિમાન કરવાનું છોડી દે. ।। ૪ ॥ પં. શ્રી નયવિજયગણિનો શિષ્ય આ હરિયાળીમાં કહે છે કે જે મનુષ્ય તેનો અર્થ સમજશે (જાણશે) તે સુખ પ્રાપ્ત કરશે. ॥ ૫ ॥ ૨. રૂપકાત્મક હરિયાળી હરિયાળીમાં વિવિધ પ્રકારનાં રૂપકોનો પ્રયોગ થાય છે. રૂપકાત્મક અભિવ્યક્તિ હરિયાળીનું અંગભૂત લક્ષણ છે. સીધી-સાદી વાણીમાં પદ્યરચના એ હરિયાળીમાં જોવા મળતી નથી. પણ કવિઓએ પોતાની શૈલીમાં રૂપકોના પ્રયોગ દ્વારા અધ્યાત્મવાદના કેટલાક વિચારોને વ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યો છે. આ પ્રકારની કૃતિઓમાં રૂપકોનો પ્રયોગ નોંધપાત્ર બની શકે છે. લોક પ્રચલિત ને વ્યવહારનાં રૂપકો દ્વારા થયેલી અભિવ્યક્તિ પ્રત્યાયનક્ષમ બને તે સ્વાભાવિક છે. કેટલાંક રૂપકો જોઈએ તો કાયા-વાડી, પોપટ-પાંજરું, નિસ્પૃહ-દેશ, ડાળે બેઠી સૂડલી, કાયા કુટુંબ, સાસરિયે જઈએ, વૈરાગ્ય બેટા, વગેરે હરિયાળીઓના વિચારોમાં આત્મદર્શન-સ્વરૂપ પામવાના વિચારો વ્યક્ત થયા છે. તેમાં રહેલો વૈરાગ્ય ભાવ શાંત રસનો ઘોતક છે. વળી તેમાં રહેલી વક્રોક્તિથી મંદમંદ સ્મિત ઉદ્ભવે છે છતાં અંતે તો કરૂણરસનો ભાવ નિષ્પન્ન થાય છે. તે આ પ્રકારની હરિયાળીની વિશિષ્ટતા છે. (૧) મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો રે, કેમ કરી દીધો રે જાય, તલપદ પૂંજી મેં આપી સઘલી રે, તોહે વ્યાજ પૂરું નવિ થાય. વ્યાપાર ભાગો જલવટ થલવરેં રે, ધીરે નહીં નિસાની માય, વ્યાજ છોડાવી કોઈ ખંદા પરવે રે, તો મૂલ આપું સમ કાય. હાટ્યું માંડું રૂડા માણેકચોકમાં રે, સાજનીયાનું મનડું મનાય, આનંદઘન પ્રભુ શેઠ શિરોમણિ રે, બાંહડી ઝાલો રે આય. અર્થ : (૧) કર્મની કેવિ વિચિત્ર ગતિ છે કે મૂળકર્મ (Causes) થોડું હોય છે પરંતુ જ્યારે તે યથા સમયે ઉદયમાં કર્મફળ (Effects) તરીકે આવે છે ત્યારે જીવ જાગૃતિ કે ઉપયોગ રાખતો નથી. એટલે કે પારિણામિક ધર્મનું ભાન ન રહેવાથી નવું કર્મબંધ તથા તેના કર્મફળની પરંપરા ||૩ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ॥ ૧ ॥ ॥ ૨ ॥
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy