SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ ૧૨૧ નિરંતર સર્જાતી હોય છે. આનું મુખ્ય કારણ જીવનું પોતાના દરઅસલ સ્વરૂપનું અજ્ઞાન તથા રાગદ્વેષ મૂળ કર્મફળની નિર્જરા થતાં સુધીમાં અનેકગણાં કર્મબંધન જીવ અજ્ઞાનતાથી બાંધે છે. આમ મૂળકર્મની પૂંજી ચૂકવતી વખતે તેમાંથી અનેકગણું કર્મબંધરૂપ વ્યાજ પૂરું થતું નથી. એટલે કે અનાદિકાળથી કર્મની પરંપરા (Causes and Effects) ચાલ્યા જ કરતી હોય છે. (૨) આત્મજાગૃતિના અભાવે અથવા પ્રમાદથી જીવ ધર્મનો માર્ગ અનુસરતો ન હોવાથી તેનો વ્યાપારરૂપી ધર્મ પડી ભાંગે છે અને તેને કોઈ ઉધાર ધીરનાર દેખાતો નથી. વ્યાપારમાં ધનની વૃદ્ધિ થલવટ (Inland Trade) અને જલવટથી (Overseas Trade) થાય છે. તેવી જ રીતે ધર્મધનની વૃદ્ધિ શ્રત અને ચારિત્રધર્મની આરાધનાથી થાય છે. આ બંનેય ઉન્નતિ માર્ગનો વ્યાપાર અજ્ઞાનતાથી કે પ્રમાદથી પડી ભાંગે છે. જો સગુરુ કે જ્ઞાની પુરુષના કૃપાપાત્ર થવાય અને તેઓ મારફત જો સ્વરૂપનો બોધ થાય તો જ કર્મફળ ભોગવતી વખતે નવીન પરંપરા વૃદ્ધિરૂપ વ્યાજ જે થતું હોય છે તેમાંથી છૂટકારો પ્રાપ્ત થાય તો મૂળકર્મની હપ્તાથી ચૂકવણી (કર્મનું દેવું) સંવરપૂર્વકની નિર્જરાથી ભરપાઈ કરી શકાય. (૩) કોઈ જ્ઞાની પુરુષ મારફત સ્વરૂપનો બોધ થાય તો શ્રદ્ધા અને વિવેકરૂપ માણેકચોકમાં હું ધર્મ આરાધનાની દુકાન માડું એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સ્વજનોનું મન મનાવીને મારો વ્યાપાર શરૂ કરું. હે ! આનંદના ઘનભૂત અને ધર્મમાં શ્રેષ્ઠ શિરોમણિ એવા સર્વજ્ઞદેવ તમો કૃપા કરી મારા હૃદયમંદિરમાં બિરાજો અને મારો હાથ ઝાલો એટલે કે મને ધર્મવ્યાપારમાં સહાય કરો. મને પણ આપના જેવો બનાવો એવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના કૃપા કરી આપ સ્વીકારો. (સાધકનો સ્વાધ્યાય–પા. પ૩) (૩) વર્ણનાત્મક હરિયાળી કેટલીક હરિયાળીઓ વર્ણનપ્રધાન છે. અધ્યાત્મ સાધનામાં બાહ્ય સાધનો (વસ્તુઓ)નો ઉપાદાન તરીકે આશ્રય લેવામાં આવે છે તેને કેન્દ્રમાં રાખીને આવી હરિયાળીઓ રચાઈ છે. પ્રહેલિકા કે સમસ્યાના ઉકેલ શોધવાની સંસ્કૃત સાહિત્યની કાવ્ય પ્રણાલિકામાંથી ગુજરાતી ભાષામાં તેનો ઉદ્દભવ થયો હોય એમ માનવામાં આવે છે. કવિ કોઈ એક વસ્તુ કે સાધનોનો વિવિધ રીતે પરિચય આપે છે અને તે ચીજ કે વસ્તુ કઈ છે તે શોધવા માટે જિજ્ઞાસા જાગે છે. બુદ્ધિને કસોટીએ ચઢાવીએ અને ઊંડા વિચારોને અંતે વર્ણવેલી વસ્તુ શોધી શકાય છે, તેના આરંભમાં જ આવો ઉલ્લેખ થયેલો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો “ચતુર વિચાર ચતુર વિચારો, એ કોણ કહીયે નારીરે, એક નારી દોય પુરુષ મળીને, નારી એક નિપાઈ રે.” એ ચીજ તે એવી કઈ કઈ રે લોલ.” રે કોઈ અજબ તમાસા દેખો, જહાં રૂપ રંગ ન રેખા. સુગુણનર એ કોણ પુરુષ કહાયો ?” ઉપરોક્ત પંક્તિઓથી શરૂ થતી હરિયાળીઓમાં જિજ્ઞાસા દ્વારા વસ્તુ-સાધન કે ચીજ કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy